ગાંધીનગર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ આજે રાયસણ સ્થિત નિવાસસ્થાને તિરંગો લહેરાવી ૧૦૦ વર્ષની જૈફ વયે દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી છે. હીરાબાએ ગુડા વસાહતમાં રહેતા મધ્યમ વર્ગના બાળકોને પણ તિરંગાનું વિતરણ કરીને દેશ ભક્તિનો અનેરી રાહ ચીંધી હતી. આજથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયું છે. દરેક ઘર, દરેક ઓફિસ, દરેક ઈમારત પર તિરંગો લહેરાઈ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ પણ ગાંધીનગર સ્થિત પોતાના ઘરમાં તિરંગો લહેરાવ્યો હતો. ૧૦૦ વર્ષની વય વટાવી ચૂકેલા હીરાબાએ દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાએ ગાંધીનગરમાં આવેલ તેમના ઘરમાં સામાન્ય પરિવારનાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો. દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે તેના ભાગરુપે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં હીરાબા પણ સામેલ થયા છે. ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે દેશભક્તિનુ ઉદાહરણ પૂરુ પાડ્યું. પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે તેમણે પણ તિરંગો લહેરાવ્યો હતો. હિરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડાના મકાનોમાં રહેતાં મધ્યમવર્ગિય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું, ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. હીરાબા સાથે તિરંગો લહેરાવતા બાળકો પણ ગેલમાં આવી ગયા હતા.
