Gujarat

ગાંધીનગરમાં ૫ાંચ વાછરડાના મોત થતાં ગાયોએ દૂધ આપવાનું બંધ કર્યું

ગાંધીનગર
ગાંધીનગરના મોટા ચીલોડામાં પશુપાલકના ૨૦ વાછરડાને ફુડ પોઇઝનીંગની અસર થઇ હતી. લીલુ ઘાસ ખાધા બાદ અસર થયેલા પાંચ વાછરડા સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. જ્યારે અન્ય ૧૫ વાછરડાઓને વેટરનરી ડોક્ટરોની ટીમે સારવાર આપીને બચાવી લીધા હતા. આ ઘટનાથી પશુપાલક ઉપર ભારે આફત આવી પડી હતી. ચિલોડા ખાતે બનાસકાંઠાના પશુપાકલ વર્ષોથી વસવાટ કરે છે. જે પૈકી ચિલોડામા પાટણના નાળીયા વિસ્તારમાં રહેતાં વિરમભાઇ ભરવાડ ગાયો તેમજ પશુપાલનનો વ્યવ્યસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પશુપાલક તેમની તમામ ગાયો અને અન્ય ઢોરને ચરાવવા માટે બહાર લઇ જતા હતા, પરંતું વાછરડાઓ માટે ઘરે જ લીલુ ઘાસ કાપીને લાવતા હતા. ગઇકાલે રાબેતા મુજબ ૨૦ જેટલા એકથી પાંચ વર્ષના વાછરડા માટે ઘાસ લાવ્યા હતા. ઘાસ ખાધા બાદ વાછરડાઓની તબીયત લથડવા લાગી હતી અને ટપોટપ મુર્છાઇને નીચે પડવા લાગ્યા હતા. પાંચ વાછરડાઓના તો તુરંત જ મોત નીપજ્યા હતા. જેથી પશુપાલક ફફડી ઉઠ્‌યા હતા. ઘટનાની જાણ જિસ્સા વેટરનરી ડોક્ટરોને કરતાં એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સારવાર આપવા છતાં ૨૦ પૈકી ૧૫ વાછરડાઓના ફુડ પોઇઝનીંગ અસર હોવા છતાં બચાવી લેવાયા હતા. જાેકે, પાંચ વાછરડાઓના મોત નીપજ્યા હતા. પાંચ વાછરડા મોતને ભેટતા ગાયોએ કુદરતી રીતે દુધ આપવાનું બંધ કરી દીધું હતું.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *