ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી કચેરીઓમા કોરોનાની ત્રીજી લહેર જાેવા મળી રહી છે. ૨ દિવસમાં ૫ પોલીસ અધિકારી સહિત ૩૬ કર્મચારી પૉઝિટિવ આવ્યા છે. શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર અને દહેગામના પીએસઆઇ, સલામતી શાખાના અધિકારી સહિત બે દિવસમા ૫ અધિકારી સહિત ૩૬ પોલીસ કર્મચારી કોરોના પોઝેટીવ આવ્યા છે. તે ઉપરાંત ત્યારે કોરોનાની ત્રીજી લહેરમા મહાપાલિકા કચેરી, કોર્ટ કચેરી બાદ પોલીસ સ્ટેશન હવે કોરોનાની લપેટમા આવી રહ્યા છે. જાેકે, તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની તબિયત સારી છે. પરંતુ ચેપી રોગ હોવાના કારણે પોલીસ મથકોમા ફફડાટ ફેલાઇ ગયો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામા કોરોનાનો આંકડો એક હજાર સુધી પહોંચવા આવ્યો છે. ત્યારે સલામતી અને સાવધાની રાખવી જરૂરી બની છે.કોરોનાની મહામારીમાં ગુરુવારે એક જ દિવસમાં જિલ્લામાં ૭૩૪ કેસ નોંધાયા છે, જેમાં ગાંધીનગરમાં ૫૦૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૨૫ કેસ નોંધાયા છે. ગુરુવારે નોંધાયેલા કોરોનાના કેસ પહેલી લહેર કરતાં ૧૦.૩૩ ગણા જ્યારે બીજી લહેર કરતાં ૨.૨૧ ગણા વધુ છે. ઉપરાંત, કોરોનાની સારવાર મળે તે પહેલાં જ શેરથાના ૭૭ વર્ષીય વૃદ્ધનો મોત નિપજ્યું છે. ગુરુવારે પ્રતિ કલાકે ૩૧ વ્યક્તિઓ સંક્રમિત થતા હતા. જ્યારે પ્રતિ કલાકે ૧૯ વ્યક્તિઓ કોરોનાને હરાવવામાં સફળ રહેતા એક જ દિવસમાં ૪૫૬ દર્દીઓ સાજા થયા છે. આથી એક્ટિવ કેસનો આંકડો ૨૮૭૪એ પહોંચ્યો છે. જ્યારે કોરોનાની ઝપટમાં એક વર્ષનો બાળક સહિત સપડાયા છે. ચારેય તાલુકામાં સૌથી વધુ ગાંધીનગર તાલુકામાં ૮૯, કલોલમાં ૮૦, માણસામાં ૪૨ અને દહેગામમાં ૧૪ કેસ નોંધાયા છે. કોરોનાની પ્રથમ લહેર ૨૧મી, માર્ચ-૨૦૨૦થી શરૂ થઇ અને ૨૮૫ દિવસ ચાલ્યા બાદ ગત તારીખ ૩૧મી, ડિસેમ્બર-૨૦૨૦ના રોજ પૂર્ણ થઇ હતી. આથી ૨૮૫ દિવસ ચાલેલી પ્રથમ લહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ ગત તારીખ ૨૩મી, નવેમ્બર-૨૦૨૦ના રોજ ૭૧ કેસ નોંધાયા હતા. જ્યારે બીજી લહેર ગત તારીખ ૨૦મી, માર્ચ-૨૦૨૧થી ૩૧મી, મે-૨૦૨૧ના રોજ પૂર્ણ થતાં ૭૩ દિવસ બીજી લહેર ચાલી હતી. પ્રિકોશન રસીની કામગીરીને વેગવંતી બનાવવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આપવામાં આવશે. તેમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને જ ત્રીજાે ડોઝ આપવાનું આયોજન કરાયું છે. ત્રીજાે પ્રિકોસન ડોઝ લેવા લોકો તૈયાર થાય તે માટે રાષ્ટ્રીય તહેવાર તારીખ ૨૬મી, જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી વખતે પ્રિકોશન ડોઝ આપવાનું આયોજન કરવામાં આવનાર છે. આથી જિલ્લામાં યોજનાર પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની ઉજવણીના સ્થળે પ્રિકોશન ડોઝ આપવાનું આયોજન કાર્યક્રમ ચાલે ત્યાં સુધી કરવામાં આવશે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૯૪૫ હેલ્થકેર વર્કર, ૪૮૩૧ ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષથી મોટી ઉંમરના કોમોર્બિટના ૬૪૩૩ સહિત કુલ ૧૬૨૦૯ લાભાર્થીઓઓને પ્રિકોશન ડોઝ આપી દેવામાં આવ્યો છે.


