ગાંધીનગર
ગાંધીનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીનગર રેન્જ વિસ્તારમાં બનતા સાયબર ક્રાઈમના ગુના અટકાવવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પી.એલ. વાઘેલાને શહેર વિસ્તારમાં રહેતા નાગરીકો સાયબર ક્રાઈમના ગુનાઓનો ભોગ બનતા અટકે તે અન્વયે સાયબર અવેરનેસના કાર્યક્રમનુ આયોજન કરી માર્ગદર્શન પુરૂ પાડવા સુચના આપવામા આવી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર પી.એન.ધાંધલ્યા, એન.બી.ચૌધરી, વાયરલેસ પીએસઆઇ એમ.પી.ચાવડા તથા વી.એલ.જાડેજા તેમજ ટેકનીકલ ઓપરેટર એન.એસ.પ્રજાપતી તથા કે.એન.ગોસ્વામી તેમજ લોકરક્ષક પાયલબાની ટીમે ગાંધીનગર શહેર ખાતે આવેલ ગાંધીનગર ઇલેક્ટ્રોનીક્સ ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, જી.આઇ.ડી.સી. ગાંધીનગર એસ્ટેટ, સેક્ટર-૨૫ ખાતે સાયબર અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં જી.આઇ.ડી.સી.માં કામ કરતા અંદાજીત ૫૦થી વધુ સ્ટાફ્ને સાયબર અવેરનેસને લગત માહિતી પુરી પાડવામાં આવી હતી . જેમા સાયબર ક્રાઈમ એટલે શુ? સાયબર ક્રાઈમથી બચવા શુ તકેદારી રાખવી? ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં થતા નાણાકીય ફ્રોડ તથા તેનાથી બચવા શુ તકેદારી રાખવી તે બાબતે જાણકારી આપવામાં આવી હતી. તેમજ સોશિયલ મિડીયામાં વોટસએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા એપ્લીકેશન મારફતે લોકો સાથે બનતા બનાવોથી માહિતગાર કરી અને પોતે આવા સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે સોશિયલ મીડીયાનો ઉપયોગ કરતી વખતે પાસવર્ડ બાબતે શું તકેદારી રાખવી તે અંગે માહિતગાર કરાયા હતા. ઉપરાંત ચાઇલ્ડ પોર્નોગ્રાફી મોબાઇલ/કોમ્પ્યુટરમાં રાખવી કે સોશ્યલ મીડીયા અપલોડ/શેર કરવી ગુનો બને છે. તે બાબતે સમજ કરેલ. તેમજ નાણાંકીય ફ્રોડ થાય તો સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર તાત્કાલીક જાણ કરીને ફ્રોડમાં ગયેલ રકમ રીકવર કરી શકાય છે. નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ ષ્ઠઅહ્વીષ્ઠિિૈદ્બી.ર્ખ્તદૃ.ૈહ ઉપર લોગીન થઇને ઓનલાઇન સાયબર ક્રાઇમને લગત ફરીયાદ આપી શકે છે તેવી પણ માહીતી આપવામાં આવી હતી.


