Gujarat

ગાંધીનગર જીએસપીસી ભવન ખાતેથી ત્રણ ફાયરફાઇટિંગ રોબોટ તેમજ બે એમ્બ્યુલન્સને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સોંપતા ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગાંધીનગર
ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ય્જીઁઝ્ર સમર્થિત સીએસઆર (ઝ્રજીઇ) પ્રોજેક્ટ્‌સની એસેટ્‌સ- ત્રણ ફાયરફાઇટિંગ રોબોટ તેમજ બે એમ્બ્યુલન્સને તા. ૪ મેં ૨૦૨૨ના રોજ રાજ્યના સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને સોંપ્યા હતા.
ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જીએસપીસી દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, જીએસપીસી ફક્ત એક જ ક્ષેત્રમાં નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં ટીમવર્ક અને કો-ઓર્ડિનેશન સાથે પ્રશંસનિય કામગીરી કરી રહ્યું છે. જેના પરિણામે આજે આ ત્રણ ફાયરફાઇટિંગ રોબોટ તેમજ બે એમ્બ્યુલન્સને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સોંપણી કરવું શક્ય બન્યું છે. આ વેળાએ મંત્રીશ્રીએ આ રોબોટ્‌સ કઈ રીતે કાર્ય કરે છે તેનું લાઈવ પ્રેઝન્ટેશન નિહાળી ત્રોણે રોબોટ્‌સને અમદાવાદ, સુરત તેમજ વડોદરા ખાતે ફળવયા હતા.
જીએસપીસી એ તેલ અને ગેસના સંશોધન અને ઉત્પાદન સાથે સંકળાયેલી ય્જીઁઝ્ર ગ્રુપની મુખ્ય સંસ્થા છે. ગુજરાત સીએસઆર ઓથોરિટી (ય્જીઝ્રઇછ) એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત પ્લેટફોર્મ છે, જે જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને સીએસઆર ફંડનો મહત્તમ ઉપયોગ કરવામાં મદદ કરે છે અને રાજ્યના કલ્યાણ અને સુખાકારીમાં પણ યોગદાન આપે છે. આ ઉપરાંત, ય્ઝ્રજીઇછ અન્ય કંપનીઓ અને પ્રાઇવેટ સેક્ટર યુનિટ્‌સને ઝ્રજીઇ વ્યૂહરચના તેમજ વાર્ષિક યોજનાઓના વિકાસમાં પણ મદદ પૂરી પાડે છે.
ર્ય્ઝ્રજીઇછના સીઇઓ શ્રી એમ. થેન્નારસને અલગ-અલગ ક્ષેત્રે કરવામાં આવતી સીએસઆર પ્રવૃત્તિઓ અંગે ટૂંકમાં માહિતી આપી તેમજ સીએસઆરના વિવિધ પ્રોજેક્ટ્‌સ અંગે ઊર્જામંત્રીને માહિતગાર કર્યા હતા. ર્અત્રે એ ઉલ્લેખનીય છે કે, ય્જીઁઝ્રએ બે પ્રોજેક્ટ્‌સ માટે ય્જીઝ્રઇછ સાથે ભાગીદારી કરી છે. જેના પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની કટોકટીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ નર્મદા અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી બે ટાઇપ-ડી એમ્બ્યુલન્સ પૂરી પાડવામાં આવી છે. ર્‌બીજા પ્રોજેક્ટમાં ત્રણ મિનિમાઇઝ્‌ડ અને કન્વિનિયન્ટ ક્રાઇસિસ રિસ્પોન્ડર રોબોટ્‌સ એટલે કે ન્યૂનતમ અને કટોકટીના સમય માટે અનુકૂળ પ્રતિક્રિયા આપતા રોબોટ્‌સ આપવામાં આવ્યા છે, જે અગ્નિશામક દળો (ફાયરફાઇટર્સ)ને એલિવેટેડ સ્ટ્રક્ચરમાં લાગેલી આગ સામે લડવામાં મદદ કરે છે, ખાસ કરીને અતિશય જાેખમી પરિસ્થિતિમાં ખૂબ જ મદદરૂપ બનશે. આ રોબોટ્‌સ પહાડ ઉપર તેમજ છીછરા પાણીમાં પણ જઈ શકે છે અને ૧૦૦ કિલોગ્રામનો પેલોડ વહન કરી શકે છે.
નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ય્જીઁઝ્ર ગ્રુપ હાઇડ્રોકાર્બન ક્ષેત્રે અનેક સીમાચિહ્નો પાર કરવામાં સફળ રહ્યું છે અને સાથે જ આ જૂથોએ દેશમાં ઈશ્ઁના ક્ષેત્રને પણ સફળતાપૂર્વક પુનઃવ્યાખ્યાયિત કર્યું છે. ય્જીઁઝ્ર ગ્રુપની કંપનીઓ એનર્જી વેલ્યુ ચેઈનના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંને સેગમેન્ટ્‌સમાં સામૂહિક રીતે હાજરી ધરાવે છે.
જીએસપીસીના એમડી શ્રી સંજીવ કુમાર, જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને એમડી અને ય્ઝ્રજીઇછના સીઇઓ શ્રી એમ. થેન્નારસન પણ આ વેળાએ ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી સાથે જાેડાયા હતા.

IMG-20220506-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *