Gujarat

ગાંધીનગર રક્ષાશક્તિ સર્કલ પાસે બે ટ્રકના અકસ્માતમાં ૧નું મોત

ગાંધીનગર
ગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલ નજીક બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે એક ટ્રક પલટી જતાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે ઈન્ફોસિટી પોલીસે વધુ તપાસનો દોર હાથ ધર્યો છે. ગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલ પર બટાકા ભરેલી ટ્રક અને કપચી ભરેલી એક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત થતાં જ કપચી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. જેનાં કારણે ટ્રક નીચે ૨૫ વર્ષીય ડ્રાઈવર જીતેન્દ્રસિંહ પરબતસિંહ મકવાણા અને કલીનર મનોજ મકવાણા(બન્ને રહે. વગડી, હિંમતનગર) દબાઈ ગયા હતા. અકસ્માતના પગલે રાહદારી વાહનચાલકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. બાદમાં ક્રેઈન મદદથી ટ્રકને સીધી કરવામાં આવી હતી. ત્યારે ટ્રક નીચે દબાઇ ગયેલ જીતેન્દ્ર મકવાણાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ક્લીનરને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બટાકા અને કપચી ભરેલી બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેનાં કારણે કપચી ભરેલી ટ્રક પલ્ટી મારી જતા ડ્રાઈવર જીતેન્દ્રનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. હાલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ ચાલી રહી છે.

The-driver-of-a-truck-overturned-and-died-on-the-spot.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *