મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ગાડવેલ ખાતે કુવાવાળા ફળીયામાં સરકારી ટયુબવેલની સામેના રહેણાંક વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાના નિવારણ માટે ધારાસભ્ય કાળુસિંહ ડાભીના સક્રિય પ્રયત્નોના કારણે 15% વિવેકાધિન ગ્રાન્ટમાંથી મંજુર થયેલ સિગલ ફેઇઝ બોર નું ખાતમુહૂર્ત કઠલાલ – કપડવંજ ના ધારાસભ્ય કાળુસિંહ ડાભી દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે ગાડવેલ ગ્રામ પંચાયતના સરપંચ હર્ષદભાઈ ડાભી, તાલુકાના આગેવાન કલ્યાણસિંહ ડાભી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સદરહુ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થતાં ગ્રામજનોએ આનંદની લાગણી સાથે ધારાસભ્ય કાળુસિંહ ડાભીનો આભાર વ્યક્ત કર્યો હતો.