વડોદરા
વડોદરાના સાવલી નગરમાં પંજાબ બેંક સામે આવેલી લઘુમતી કોમની દુકાનો ચાલુ છે તે કેમ બંધ કરાવતા નથી તેમ કહી ભાજપના જ કોર્પોરેટરે આરએસએસના કાર્યકર ને ફોન કરી ગાળાગાળી કરી હતી આ મામલે આરએસએસના કાર્યકરે ભાજપના કોર્પોરેટર સામે સાવલી પોલીસમાં ફરીયાદ કરતાં સાવલી પોલીસે નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધી ચેતન દવેની અટક કરાઈ છે. સાવલી પોલીસ સ્ટેશનમાં આરએસએસના કાર્યકર કુણાલ વિરેન્દ્રભાઈ પટેલે (રહે, સાંકરદા) સાવલી ભાજપના કોર્પોરેટર ચેતન દવે સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત ૨૯મી તારીખે તેઓ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં હતા ત્યારે ચેતન દવેએ તેમને ફોન કર્યો હતો. રાત્રે ૧૦.૫૫ થી ૧૧ વાગ્યા સુધીના અરસામાં ફોન કરીને ચેતન દવે એ કુણાલ પટેલ ને જણાવ્યું હતું કે, ‘સાવલીમાં પંજાબ બેંકની સામે આવેલ મુસ્લિમોની દુકાનો ચાલુ છે તથા કથા પણ ચાલુ છે તેમ છતાં તમે બંધ કેમ કરાવતા નથી’ મોડી રાત સુધી ચાલતાં ધાર્મિક કાર્યક્રમો બંધ કરવા માટે ચેતન દવેએ કુણાલ પટેલ સાથે ફોન પર ગાળાગાળી પણ કરી હતી અને ઉશ્કેરણી પણ કરી હતી જેથી કુણાલ પટેલે આ મામલે કોર્પોરેટર ચેતન દવે સામે સાવલી પોલીસમાં ફરિયાદ કરતાં નોન કોગ્નિઝેબલ ગુનો નોંધી ચેતન દવેની અટકાયત કરી હતી.
