Gujarat

ગિફ્ટ સામે કસ્ટમ ક્લિયરન્સના નામે રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરનાર નાઇઝિરિયન ઝડપાયો

વાપી
સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવીને વિશ્વાસ સંપાદન કરીને કરોડોના મૂલ્યની ગિફ્ટ મોકલાવી હોવાનું જણાવીને કસ્ટમ ડયુટીના નામે લાખો રૂપિયાનું કરી નાંખનાર નાઇઝિરિયાન નાગરિકને દમણ સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે દિલ્હીથી ઝડપી લીધો હતો. અંદાજે એક વર્ષ અગાઉ ફેસબુક ઉપર ફિલિપ નામક વ્યક્તિએ તેમને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. ફરિયાદી આ રીકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. લાંબા સમય સુધી મેસેન્જર અને વોટસઅપના માધ્યમથી વાતચીત કર્યા બાદ એક દિવસ ફિલિપે કહ્યું કે, તેઓ એક મોંઘી ગિફ્ટ મોકલાવે છે જેની કિંમત રૂપિયા ૧ કરોડ ૩૯ લાખ છે. જાેકે, બીજા દિવસે ગોઠવેલી ટ્રેપ મુજબ ફરિયાદી ઉપર કસ્ટમ અધિકારીના નામે એક ફોન આવે છે અને જણાવવામાં આવે છેકે, ગિફ્ટની કિંમત વધુ હોવાથી તમારે કસ્ટમ ક્લિયન્સ માટે રૂપિયા મોકલવા પડશે. ગિફ્ટની લાલચમાં ફરિયાદીએ ૧૦ લાખ રૂપિયા ભરી દીધા છતાં કોઇ ગિફ્ટ તેમને પ્રાપ્ત થયું ન હતું. આખરે આ બનાવના એક વર્ષ પછી ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાઇબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી. દમણ પોલીસે ગુનો નોંધીને ઓનલાઇન મની ટ્રાન્સફરની વિગતો મેળવીને તપાસ હાથ ધરી હતી. બેંકની ડીટેલની તપાસમાં બેંક ખાતામાં સ્તરિત નેટવર્કની મોટી ઝાળ બીછાયેલી જાેવા મળી હતી. નવી દિલ્હીના મોહન ગાર્ડન, ઉત્તમ નગર, મહાવીર એન્કલેવ અને ચંદર વિહારની બેંક એટીએમમાંથી રૂપિયા કાઢવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. માત્ર બેંક ડીટેલ્સ સિવાય સંપૂર્ણ બ્લેન્ક કેસને દમણ સાઇબર ક્રાઇમની ટીમે ઉકેલીને દિલ્હીથી ઓનલાઇન ઠગાઇ કરનાર નાઇઝિરિયન નાગરિકત્વ ધરાવતા ફિલિપ ઉર્ફે બેસિલ અડેકે ઓડિનિફ્પોની ઘરપકડ કરી છે. નાઇઝિરિયાના આરોપી ફિલિપ ઉર્ફે બેસિલ અડેકે ઓડિનિફ્પોની પાસે મૂળ પાસપોર્ટ પણ નથી. નાઇઝિરિયન નાગરિક દ્વારા પાસપોર્ટ અને વિઝાની આપેલી જાણકારી જ્યારે દમણ પોલીસે ઓવર સ્ટે ટ્રેકિંગ સિસ્ટમના પોર્ટલમાં અપલોડ કરી તો અલગ અલગ માહિતી પ્રાપ્ત થઇ હતી. આમ બોગસ પાસપોર્ટ અને વિઝા સાથે આરોપી દેશમાં રહેતો હતો. દમણના યુવક સાથે એક વર્ષ અગાઉ બનેલી ઘટના ત્યારબાદ માત્ર ઓનલાઇન ટ્રાન્ઝેકશનની વિગતના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પડકાર જનક આ કેસમાં પોલીસ પાસે આરોપીનો કોઇ ફોટો કે વાસ્તવિક નામ પણ ન હતું. આરોપી પોતાની ઓળખ છૂપાવવા માટે આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર અને અલગ અલગ વોટસએપ એકાઉન્ટ વાપરતો હતો. આ ઉપરાંત ટેકનીકલ સર્વેલન્સની ટીમે જે વિસ્તારને ટ્રેસ આઉટ કર્યો હતો ત્યાં મોટી સંખ્યામાં નાઇઝિરિયાન લોકો રહેતા હતા. આ બધા વચ્ચે દમણ સાયબરની ટીમે આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે મોબાઇલ સીમ અને એટીએમ કબજે કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *