ગિરગઢડા
ભરત ગંગદેવ..
સગર્ભા માતા ને ઝેરી કમળો હોવા છતા ૧૦૮ એમ્બ્યુલન્સ મા જ નોર્મલ પ્રસૂતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો
ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ માતા મરણ અને બાળ મરણ માટે ખુબજ ઉત્તમ સિંહ ફાળો આપે છે.
આજરોજ રાત્રે ૧૦ વાગ્યે ગિર સોમનાથ જિલ્લા ના ઊના તાલુકાના કોબ ગામની એક સગર્ભા મહિલા વર્ષાબેન લાલજીભાઈ ને પ્રસૂતિ નો દુઃખાઓ થતા ડોળાસા ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન આવેલો ફરજ પર ના હાજર કર્મચારી ઈએમટી.જગદિશ મકવાણા અને પાયલોટ રણજીત દાહીમા ઘટના સ્થળે પહોંચી તે સગર્ભા મહીલાને લઈ હોસ્પિટલ જતા હતા અચાનક તે મહિલાને દુઃખાઓ વધવા થી એમ્બ્યુલન્સ મા જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી ૧૦૮ ના ઈએમટી.જગદિશ મકવાણા ની આવડત અને ૧૦૮ હેડ ઓફિસ ના ડૉક્ટર ની સલાહ મુજબ તે માતાને ઝેરી કમળો હતો તેમ છતા પણ તેમને નોર્મલ પ્રસૂતિ કરાવી અને માતા બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો અને બંને ને ઊના ખાનગી હોસ્પિટલ મા વધુ સારવાર માટે મુકવામા આવ્યા હતા.
તેમના સગા સંબંધીઓ એ ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો ગિર સોમનાથ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ સાહેબ એ ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ ને ઉત્તમ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા જિલ્લાના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


