Gujarat

ગીરગઢડાના જામવાળા ગામની સગીરવયની દિકરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો…

ઊના- ગીરગઢડાના જામવાળા ગામે રહેતી સગીરવયની દિકરીને સુત્રાપાળા ગામના શખ્સે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી લઇ જઇ નાશી છુટ્યો હોય આ અંગે સગીરવયની માતાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરેલ છે…

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાળા ગામે રહેતો રવી ભાયદાસ સોલંકીએ ગીરગઢડાના જામવાળા ગામની સગીરવયની દિકરી ઉ.વ.૧૭ વર્ષ વાળીને પોતાના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ હોય આ અંગે સગીરની માતાએ ગીરગઢડા પોલીસમાં શખ્સ વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે શખ્સને ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *