કેન્દ્ર ખાતેથી લાભાર્થી મહીલાઓને ચણાના પેકેટ વિતરણ કર્યા બાદ અંદરથી સડેલા અને જીવાતો નિમળ્યા..
ગીરગઢડાના થોરડી ગામેની આંગણવાડી કેન્દ્રો દ્વારા અપાતા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત પોષ્ટિક આહાર ચણાના પેકેટમાં સડેલાં ચણાનો જથ્થો વિતરણ કરવામાં આવતા અને તેમાં પણ સીલ બંધ પેકેજ ચણામાં ધનેડા અને જીવાતો જોવા મળતા લાભાર્થીઓમાં ભારે રોષ ફેલાયેલ છે.
થોરડી ગામમાં નવાપરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં.૧ માં નાના ભુલકાઓ આવતા હોય છે. અને કેન્દ્રમાં બાળકોને ચણા સહીત અલગ અલગ મેનુ મુજબ નાસ્તો આપવામાં આવે છે. પરંતુ ગામમાં રહેતા ગરીબ પછાત અને અભણ મજુરી કરતા લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્રો માંથી પોષક ખોરાક ચણાના પેકેટો વિતરણ કરવામાં આવેલ હતા. અને લાભાર્થી મહીલાઓ પોતાના ઘરે જઇ ચણાના પેકેટ ખોલતા અંદરથી ચણા સળેલા તેમજ ચણામાં જીવાતો ખદબદતા જોવા મળી મળતા ચોકી ઉઠ્યા હતા. જેથી સરકારની ચાલતી આઇ સી ડી એસ યોજનાના અધિકારીઓ, સુપર વાઈઝર અને કેન્દ્ર સંચાલક સામે લાભાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગયેલ છે. આ બાબતે ગીરગઢડા સી ડી પી ઓ નો સંપર્ક કરતાં તેમનો મોબાઈલ બંધ આવતો હોય આ બાબતે મામલતદાર અને નાયબ કલેકટર દ્વારા તાત્કાલિક સંડેલા ચણાનું વિતરણ બંધ કરાવી ખાદ્ય પોષણ ખોરાક પુરૂં પાડતી એજન્સી સામે પગલાં ભરવા માંગણી ઉઠી છે. આવા પોષ્ટિક આહાર ચણા આપવામાં આવેલ તે ખોરાક લેવાથી ગંભીર બિમારીનો ભોગ બનશે તો જવાબદાર કોણ ? તેવા અનેક પ્રશ્નો મહીલાઓમાં ઉઠવા પામેલ..
બોક્ષ્ – ચણાના પેકેટ ખવાઇ તેમ નથી તો પણ અમને આપવામાં આવ્યા….રજનીકાબેન ભીલ..
થોરડી ગામે રહેતા રજનીકાબેન ભીલએ જણાવેલ કે આંગણવાડી કેન્દ્રમાં ચણાના ૬ પેકેટ આપવામાં આવેલ હતા. અને ઘરે જઇ ચણાના પેકેટ ખોલતા ચણા સળેલા અને જીવાતો નિકળતા હતા. આ ચણાના પેકેટ ખવાઇ તેમ નથી તો પણ અમને આપવામાં આવેલ હતા…તેમજ લાભાર્થી હિનાબેન મંધરાએ જણાવેલ કે અમે ચણાના ૬ પેકેટ આપેલા તેમા જીવડા પડેલા છે અમારે ખાવા કેમ…


