Gujarat

ગીરગઢડાના ફાટસર શાળાની વિદ્યાર્થીની ગાયન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ..

ઊના – ગાંધીનગર આયોજિત અંડર 14 ની જુદી જુદી સ્પર્ધાઓ યુવક સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ જેમાં  ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના બાળકોએ ભાગ લીધો. જેમાં ગાયન સ્પર્ધામાં ફાટસર શાળાની વિદ્યાર્થીની ચુડાસમા કિંજલબેન ભરતભાઈ સૌ પ્રથમ ક્લસ્ટર કક્ષાએ પ્રથમ નંબર અને ત્યાર બાદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. અને આજ રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.  શાળા પરિવાર વિદ્યાર્થી તેમજ તૈયારી કરાવનાર શિક્ષકને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. કિંજલબેન હવે રાજ્ય કક્ષાએ ગીર સોમનાથ જિલ્લાનું નેતૃત્વ કરશે. રાજ્ય કક્ષાએ પણ ખૂબ સારું પરફોર્મન્સ આપી પ્રથમ નંબર પ્રાપ્ત કરે તેવી ફાટસર શાળાવતી શુભેચ્છાઓ પાઠવેલ છે.

-શાળાની-વિદ્યાર્થીની-ગાયન-સ્પર્ધામાં-જિલ્લા-કક્ષાએ-પ્રથમ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *