Gujarat

ગીરગઢડાના વેળાકોટમાં સમસ્ત કોળી સેવા સમાજ દ્રારા નવમો સમૂહ લગ્ન સંપન્ન.. આ સમૂહ લગ્નની સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫ બોટલો એકત્ર કરી..

ગીરગઢડાના વેળાકોટ ગામમાં સમસ્ત કોળી સેવા સમાજ દ્રારા નવમા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૧૬ નવદંપતીએ પ્રભુતામાં પગલા માડ્યા હતા. આ પ્રસંગે કોળી સમાજના અગ્રણી બાલુભાઈ ચુડાસમા, હમીરભાઈ ખસીયા, ધીરુભાઈ મકવાણા, પુંજાભાઈ વંશ સહિતના આગેવાનો હાજર રહી સમાજને માર્ગદર્શન આપવામાં આવેલ અન્ય સમાજના આગેવાનો રોહિતભાઈ વાજા સહીતના અગ્રણીઓ હાજર રહી દીકરીઓને દાતાઓએ ભેટ આપી સમાજ શ્રેષ્ઠીઓ પોતાનું યોગદાન આપેલ હતું. તેમજ આ સમૂહ લગ્નની સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ હતો. જેમાં ૨૫ બોટલો એકત્ર કરી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો યુવાનો, ભાઈ-બહેનો, સહીત સમસ્ત કોળી સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

-સમસ્ત-કોળી-સમાજ-દ્રારા-નવમા-સમૂહ-લગ્ન-સંપન્ન.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *