Gujarat

ગીરગઢડાના સનવાવ, બાબરીયા અને રસુલપરાના વિદ્યાર્થીઓને સવાર-બપોર એસટી બસની સુવિધા ન મળતા હેરાન પરેશાન…

ગીરગઢડાના શાળા અભિનવ વિદ્યા મંદિરમાં ૯૦૦ જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ૨૫૦થી વધારે વિદ્યાર્થીઓ આજુબાજુના ગામડાઓ માંથી અપડાઉન કરે છે. પરંતુ સનવાવ, બાબરીયા અને રસુલપરાના વિદ્યાર્થીઓને સવારની શાળા દરમિયાન સવાર અને બપોરે એસટી બસની સુવિધા મળતી ન હોવાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પરીક્ષાનો મહત્વનો સમય અને કાળઝાળ ઉનાળો ચાલુ હોય વિદ્યાર્થીઓ આકરી તકલીફો ભોગવી રહ્યાં છે. ખાનગી વાહનોમાં જોખમ અને આર્થિક સમસ્યાના કારણે સગવડતાઓ સહન કરવાનો વારો આવે છે. અને તકલીફ પડે હોય આ સમસ્યા અંગે એસ.ટી. ડિવિઝન વિભાગની કચેરી અમરેલી તેમજ ડેપો મેનેજર એસટી ડેપો ઉનાને પણ લેખિતમાં જાણ કરેલી છે. આ સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોની આક્રમક રજૂઆતો, આંદોલનની ચીમકીઓ, ચક્કાજામ અને આવેદનપત્ર આપવાની માંગ કરી હતી. જોકે હાલ તાત્કાલીક સમસ્યાના નિરાકરણ લાવવા શાળા સંચાલક મંડળ, વેપારી મંડળ અને ગીરગઢડા અભિનવ વિદ્યા મંદિર શાળા દ્રારા સમજાવટ કરી મામલો થાળે પાડેલ હોય એસટી તંત્રને સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવી વિદ્યાર્થીઓનાં ભવિષ્યને અને અભ્યાસ કાર્યના હિતને ધ્યાનમાં રાખી રજૂઆત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *