Gujarat

ગીરગઢડા એસટી ડેપોમાં અનેક સુવિધાના અભાવે મુસાફરો પરેશાન

ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી એસટી બસ બંધ, શરૂ કરવા માંગ..

ઊના – ગીરગઢડા એસટી ડેપોમાં કંટ્રોલ પોઇન્ટ જેવી અનેક સુવિધા ન હોય અને ગીરગઢડા તાલુકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ છેલ્લા દોઢ વર્ષથી બંધ હોય જેને તાત્કાલીક શરૂ કરી મુસાફરોને સુવિધા પુરી પાડવા રેવાચંદ મોતિરામ ધામેચાએ વિવિધ પ્રશ્નો અંગે ડીસી અમરેલીને લેખિત રજુઆત કરી  હતી.

ગીરગઢડા તાલુકામાં એસટી ડેપો આવેલ તેમાં કંટ્રોલ પોઇન્ટ હોવા છતાં સુવિધા મળતી નથી. ડેપોમાં ટિકીટ બુકિંગની રિઝર્વેશન સુવિધા નથી, શાળામાં અભ્યાસ કરતા છાત્રોને પાસ કાઢી આપવામાં આવતા નથી. પરમેન્ટ ટીસીની પોસ્ટ નથી, સાંજના ચાર પછી ઓફીસ બંધ કરી દેવાય છે. સાંજે સાત વાગ્ય પછી લાઇટ શરૂ કરવામાં આવે છે. કોઇ સીક્યોરીટી રાખેલ નથી. ગીરગઢડામાં દિવસ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લા સાથે આખા દિવસમાં એકમાત્ર વેરાવળ-ભગુડા રૂટની બસ મળે છે. અગાઉ ઉના વેરાવળ જવા માટે વાયા હરમડીયા લોકલ બસની સેવા ચાલુ હતી. જે છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. હાલ ત્રણ થી ચાર બસ લોકલ બસ શરૂ કરવામાં આવે તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને સુવિધા મળી રહે. ઉના- વડોદરા રૂટની બસ ગીરગઢડા સુધી લંબાવામાં આવે તો હિરાઉદ્યોગને સુવિધા મળી રહે તે માટે સમયમાં પણ ફેરફાર કરવો જોઇએ. ભાવનગર રૂટની અમુક બસોને વાયા પ્રાંચી, ઘાંટવડ, હરમડીયા થઇને ચાલુ કરી શકાય જેથી પ્રાંચીથી વાયા જામવાળા, ગીરગઢડાના લોકોને ભાવનગર સુધી જવા સુવિધા મળે. તેમજ કોડીનારથી આલીદર વાયા હરમડીયા રૂટ શરૂ કરીને ગીરગઢડા થી ઉના ભાવનગર ચાલુ કરવાની માંગ કરી હતી. આમ ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બસો બંધ કરી દેવામાં આવેલ છે. તેને ફરી ચાલુ કરવા માંગણી કરેલ. ડેપો મેનેજરએ સરકારના જમાઇ તરીકે નહી પરંતુ પ્રજાના સેવક તરીકે પગાર મુસાફરની આવકમાંથી મળે છે. તેથી સેવક તરીકે વધુ પ્રજાને કેમ સુખાકારી મળે તેવા રૂટમાં સમયસર જરૂરી ફેરફાર કરવો જોઇએ તેવા વિવિધ પ્રશ્નો બાબતે રેવાચંદ મોતિરામ ધામેચાએ ડીસી વિભાગીય નિયામક અમરેલીને રજુઆત કરી તાત્કાલી એસટી બસ સુવિધા પુરી પાડવામાં આવે તેવી માંગણી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *