તાલાલા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના સુરવા ગીર ગામ નજીકના પી.એફ.ના જંગલ વિસ્તારમાં આર.એફ.ઓ. બિમલ ભટ્ટ તથા ફોરેસ્ટર સ્ટાફના પી.એન બાકુ તથા વાળાભાઈ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન સિંહ દર્શન માટે પી.એફ. જંગલમાં આંટાફેરા કરતા આણંદના રોહન પ્રવીણભાઈ પરીખ અને પ્રવીણ નગીનદાસ પરીખ તથા સુરવા ગીરનો બ્લોચ આસિફ મુસ્તાક નજરે પડ્યા હતા. જેથી સ્ટાફે ત્રણેય શખ્સોને જંગલમાંથી પકડી પાડી જંગલમાં જવાની મંજૂરી રજૂ કરવા જણાવ્યું હતું. જે તેમની પાસેથી ન હોવાથી વનવિભાગના સ્ટાફે સિંહ દર્શન માટે જંગલમાં ઘુસેલા ત્રણેય શખ્સો પાસેથી વનવિભાગના કાયદા મુજબ રૂ. ૪૫ હજારનો દંડ વસુલ કર્યો હતો. વનવિભાગની કડક કાર્યવાહીથી તાલાલા ગીર પંથકમાં આવતા પ્રવાસીઓ તથા ગ્રામીણ પ્રજામાં ફફડાટ ફેલાયો હતો.ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરના જંગલમાં સિંહ દર્શન માટે ગયેલા આણંદના બે અને સુરવા ગીરનો એક સ્થાનિક મળી ત્રણ શખ્સોને વનવિભાગના સ્ટાફે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન આંટાફેરા કરતા ઝડપી લીધા હતા. વનવિભાગ દ્વારા ત્રણેય શખ્સો પાસેથી નિયમોનુસાર રૂ. ૪૫ હજારના દંડની વસુલાત પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના પગલે અન્ય પ્રવાસીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી.
