આલેખન…
ભરત ગંગદેવ
ગિરગઢડા
અને સત્તાધારી પક્ષ આવા વાઈટ ભુમાફિયા ઓ ને સાવરી રહ્યું છે. શા માટે? વોટબેંક યા બીજું કાંઈ? જે નાના લોકો આવી સંપત્તિ લેય અને પછી ગોટાળા નીકળે તો જવાબદાર કોણ? તંત્ર. કે સરકાર.. શા માટે ખુલોદોર ભુમાફિયા ઓ ને ? કોના ઈશારે.? મદયમ વર્ગના લોકો એક એક પાઇ તેમની ભેગી કરી પોતાના સંતાનો માટે કાયક કરવાનું સ્વપ્નું રાખી તનતોડ મહેનત કરી. પોતાના પરિવાર માટે રાત દિવસ એક કરેશે ત્યાં સુધી કે મદયમ વર્ગના માતા પિતા ઓ ને પોતાની લાઈફ વિશે ક્યારેય પણ વિચાર્યું જ નથી.કારણ કે પોતાના પરિવાર સંતાનો ની જવાબદારી માં અટલાતો વ્યસ્ત રહ્યા કે ક્યારે પોતાની જિંદગી 58/ પાર કરીગઈ યે ખ્યાલજ ન રહ્યો… આજે આપડા દેશના પ્રાઈમ મિનિસ્ટર અને ગુજરાતના પનોતપુત્ર અને લોકોના દિલમાં જેમનું એક અલગજ સ્થાન જેમણે બનાવ્યું છે તેવા લોકોના હૃદય સમ્રાટ મોદી સાહેબને આજે મદયમ વર્ગના લોકો એકજ સવાલ કરી રહ્યા છે. કે હમેં તો તમારા ભરોસે વોટિંગ કરીયે છીયે તો તમને હમારી પીડા કેમ નથી દેખાતી ? કારણ શું ? શું કોઈને હદથી વધારે પ્રેમ કરવો ગુનો શે સર ? આપણી એક કહેવત પણ શે ” જેને તમે હદથી વધારે પ્રેમ કરો યે વ્યક્તિ હંમેશા દુઃખ આપેશે ” તો શું ? આ વાક્ય ગુજરાત ની જનતા માટે સાર્થક થયું તેવું સમજવું ને
આજે હરેક સીટી માં અધધ બિલડીગો બની રહીશે તેમાં તેવા કેટલા બિલ્ડરો અને માલિકો કે જેમણે 100% સરકારી ગ્રાઇડ લાઇન પ્રમાણે ચાલી બિલ્ડીંગો યા એપરમેન્ટ બનાવ્યા જો ખાલી એટલીજ તપાસ હાથ ધરવામાં આવે તો બધુંજ સમજાય જાય જૂજ લોકોજ નીકળે તેમાં ખાલી દોસ આપણે બિલ્ડર કે માલિકને પણ ન આપી શકયે કારણ કે સિસ્ટમ ક્યાંય ને ક્યાંય તેમનો ભાગ ભજવે છે. તેમાં કોઈજ શંકા ને સ્થાન નથી.? આ તેવું કડવું સત્ય છે કે તે સંપૂર્ણ સત્ય શે શામાટે ? આવી થોડી ઘણી આમદાની માટે આપણે આપણું ઝમીર મારી નાખવું યા કોઈની ગુમાલી યા કોઈના ઈસારે ચાલવું સિર્ફ પૈસા માટે પણ થોડું રાત્રે સૂતા હોવને ત્યારે વિચારજો કે જે હું કરીરહ્યોં શું તે ?સત્ય છે. જો તમારું ઝમીર હા કહેતો કરજો પણ અંતિમ વિદાય ના દિવસો 100% કસ્ટ દાયક હશે અને ત્યારે આપણે ભગવાને દોષ દેયે શે કે પરમાત્મા આ મને ક્યાં ભવની સજા મળી રહીશે અરે ભાઈ આજ તનો યાદ આવ્યો ભગવાન ત્યારે તો પાછું વળીને જોયુજ નય કે હું જ્યાં શુ ત્યાં મારી શું ? જવાબદારી છે. મારી એક લાલસ કેટલા લોકો ના ભવિષ્ય સાથે ખીલવાટ કરશે કેટલા માતા. પિતા ના સપના ઓ મારી એક અમથી નાની સહી થી રોલાય જશે.? મારા તનીક સુખ ખાતર શું ? બીજાવોની જિંદગી સાથે ખીલવાટ કરવાનો મને અધિકાર છે.? જો ખાલી સહી કરતા પેલા એટલુંજ વિચાર્યું હોટ તો જે પરમાત્મા ને આપડે દોષિત માનીએ તે ભૂલ ન થાત આપણા કરેલા કર્મો આપડેજ ભોગવવા પડે ભાઈ ત્યાં બીજા નો વારો ન હોય .
આજે ભારત વર્ષ ના કોઈપણ અનાથ આશ્રમો માં જાવ ત્યાં એક પણ માં- બાપ મજૂર. ગરીબ.યા ખેડૂત ના નથી ત્યાં જેટલા પણ માં- બાપ શે તે હાયપ્રોફેશનલ સમાજમાંથી જ શે ? જો યકીન ન હોય તો તપાસ કરી શકો છો. તો આપણે ક્યારેય વિચાર્યું આવું કેમ.? શું આ માટે આપણા માતા પિતા એ આપણને ભણાવ્યા ગણાવ્યા અને પ્રોફેશનલ બનાવ્યા ત્યારે સત્ય સામે આવી નેજ રેહશે.
ખેર જેવા જેના કિસ્મત ધાર્યું ધણી નુજ થાઈ.
આપણે વાત કરી રહ્યા છે. ભુમાફિયા ઓ ની તો કોણ શે તે ? માનવ જાતથી અલગ છે ના પણ કોઈ ને કોઈ જગ્યાએ તેવો સફેદ પોસાક પહેરનારા ઓ ના હાથો બન્યા છે. તનીક સુખ અને પૈસા માટે બીજું કશુંજ નથી.ભાઈ બીજું ગુજરાત સ્ટેટ નું કડવું સત્ય કે જે હરેક વ્યક્તિ ને ખ્યાલ છેજ. ગુજરાત માં મોટાભાગનું ગૌવસરણ પૂરું થઈ ગયું શે કોના પાપે ? અને એ પણ કડવુંજ સત્ય બધાજ જાણેશે પણ બધાજ મૌન ધારણ કરી બેઠા છે. કાય વાંધો નય. પણ અહીંયા એટલું તો જરૂર કેહવું છે કે ભારત વર્ષ માં આપડે ગાય ને માતાનું સ્થાન આપ્યું છે. તો તેનુજ ચરણ ખેડાય અને તેમાંથી જો આપડે હીસોલેયે યા ભાગ લેયે તો પછી આમ જનતાનું તો વિચારવાનું ક્યાં આવે…આપણો દેશ હાલ ચંદ્ર પર વસવાટ કરવાની હરણ ફાલ તરફ આગળ વધી રહ્યો છે. સારી વાત છે. જવુંજ જોયે. પણ ચંદ્ર પર વસવાટ કરવા જઈ શકે તેવા પરિવારો કેટલા ભાઈ. ચંદ્ર પર તો જૂજ પરિવારો જશે પણ અહીંયા 30% લોકોની ઉપર સત નથી તેમનું શું.? એને ક્યાં મોકલશું.ઘણા સમય થી સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે કીધુજ શે કે ગૌચરણ માં કોઈ પણ નુકસાન કરે યા તેમનું પતન કરેતો તાત્કાલિક અસરથી તેમની પર પગલાં લેવા તેમણે તો તેમનું કામ કરી બતાવ્યું સવાલ એ થયો કે આપણે પાલન કર્યું નય?શામાટે.? નય.?કોઈ આપણું દયાન દોરે કે અરજી કરે તો જાણે એ કોઈ સરહદ પાર કરીને ન આવ્યો હોય તેવાતો સવાલો કરેશે ઓફિસોમાં બેઠેલી મહાનહસ્તી ઓ ? ખેર હવે આપડે મેન વાત વેરાવળ પર આવ્યે
વર્ષ 2020 માં શહેરના ગેરકાયદેસર બાંઘકામો સામે કાર્યવાહી કરવાના આદેશની પાલીકાએ અમલવારી ન કરી હોવાથી હાઇકોર્ટ આકરા પાણીએ
સોશીયલ મિડીયામાં ગેરકાયદેસર બાંઘકામો બાબતે બિલ્ડરો તરફથી ભ્રષ્ટાચારી અઘિકારીઓ વિરૂઘ્ઘ લેટર બોમ્બની તૈયારીઓ…. રાજકોટ વાળી થવાના એંઘાણ વાળા મેસેજો ફરતા થયા
વેરાવળ-પાટણ પાલીકાને ગેરકાયદેસર બાંઘકામો સામે કાર્યવાહી કરવા બાબતે હાઇકોર્ટે ઝાટકણી કાઢી ફટકાર લગાવ્યા બાદ પાલીકા તંત્રએ સફાળા જાગી કાર્યવાહીના શ્રી ગણેશ કર્યા છે. પાલીકા તંત્રએ શહેરમાં 37 ગેરકાયદેસર બાંઘકામોને 30 દિવસની અંદર બિનધિકૃત બાંધકામો તોડી પાડવા ના ફરમાન આપતી નોટીસો પાઠવી છે. ત્યારે પાલીકા તંત્રની કાર્યવાહી સામે ગેરકાયદેસર બાંઘકામો કરનારા બેઠકો કરી રણનિતી ઘડી રહયા છે. એવા સમયે જ શહેરના સોશીયલ મિડીયામાં શહેરમાં ગેરકાયદેસર બાંઘકામો બાબતે પગ તળે રેલો આવતા અમુક કહેવાતા બિલ્ડરો તરફથી ભ્રષ્ટાચારી અઘિકારીઓ વિરૂઘ્ઘ લેટર બોમ્બ ની તૈયારીઓ…. રાજકોટ વાળી થવાના એંઘાણ વાળા મેસેજો ફરતા થતા ચકચાર પ્રસરી છે. હવે આ મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટનું રૂખ કેવું રહે છે અને પાલીકા તંત્ર કેવી કાર્યવાહી કરે છે ? તે જોવું રસપ્રદ રહેશે.
વેરાવળ-પાટણ શહેરમાં તંત્રની મીઠી નજર અને અઘિકારીઓ સાથેની સાંઠગાંઠના બંઘન હેઠળ બેફામ ગેરકાયદેસર બાંઘકામ ખડકાય રહયા હોય જેને અટકાવવા માટે વર્ષ 2018 માં આરટીઆઇ એકટીવીસ્ટ સંસ્થાએ જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરી હતી. જેના પર સુનવણી કરતા હાઇકોર્ટે સને.2020 માં ગેરકાયદેસર બાંઘકામો સામે કાર્યવાહી કરવા પાલીકાને આદેશ કર્યો હતો. જે આદેશની બે વર્ષ સુઘી અમલવારી ન થતા અરજદારે હાઇકોર્ટના આદેશની અવમાણના થતી હોય ફરી દાદ માંગી હતી. જેના પર છેલ્લા બેએક માસમાં થયેલ સુનવણીમાં હાઇકોર્ટે પાલીકા તંત્રની આકરી ઝાટકણી કાઢી ફટકાર લગાવી તત્કાલીન ચીફ ઓફીસર પાસે માફીનામુ લખાવી નવા ચીફ ઓફીસરને કાર્યવાહી કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.
જેના લીઘે સફાળા જાગેલા પાલીકા તંત્રએ કાર્યવાહી હાથ ઘરી છે. જે અંગે ચીફ ઓફીસર ચેતન ડુડીયાએ જણાવેલ કે, શહેરમાં 37 ગેરકાયદેસર બાંઘકામ ઘારકોને આખરી નોટીસો ફટકારી અઘિનિયમની જુદી જુદી કલમોનો હવાલો આપી તમામ ગેરકાયદેસર બાંધકામો એક માસની અંદર ખાલી કરી બિનઅઘિકૃત બાંઘકામ તોડી પાડવાનું ફરમાવેલ છે. એવું પણ ઉમેર્યુ હતુ કે, શહેરમાં જે બિનઅઘિકૃત બાંઘકામો છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જેથી લોકોએ કોઇપણ મિલ્કતની ખરીદી સમયે નિયમોનુસાર બાંઘકામની પરવાનગી, બીયુ, ફાયર સેફટી પરમીશન વિગેરે ચકાસીને ખરીદી કરવા અપીલ કરી હતી.
એક તરફ પાલીકાની મીઠી નજર તળે શહેરમાં બેફામ ગેરકાયદેસર બાંઘકામો ખડકાય ચુકયા છે અને હજુ પણ આવા જ બિનઅઘિકૃત સંખ્યાબંઘ બાંઘકામો બેરોકટોક ચાલી રહયા છે. ત્યારે બની બેઠેલા બિલ્ડરો દ્રારા ગેરકાયદેસર દુકાનો, ઓફીસો, મકાનો બનાવી લોકોને પઘરાવી મોટી મલાઇ તારવી રહયા છે. લોકો લાખોની રકમ ચુકવી ગેરકાયદેસર બાંઘકામોમાં ફસાતા રાતોની ઉંઘ હરામ થઇ ચુકી છે. જેથી લોકોએ પણ ખરીદી કરતા જાગૃત બનવું અનિવાર્ય બન્યુ છે. કારણ કે, જયારે કાયદાની કડક અમલવારી થાય છે ત્યારે બિનઅઘિકૃત બાંઘકામ કરનાર બની બેઠેલા બિલ્ડરો મોટી રકમની મલાઇ તારવી છુટી ગયા હોય છે અને આખરે લાખોની રકમ ચુકવી પ્રોપર્ટી ખરીદનારને રાતે પાણીએ રોવાનો વારો આવે છે. હાલ આવી જ સ્થિતિમાં ઘણા લોકો મુકાયા છે. હાલમાં તો પાલીકા તંત્રએ માત્ર 37 ગેરકાયદેસર બાંઘકામ ઘારકોને તોડી પાડવા આદેશો થયા છે પરંતુ ભવિષ્યમાં આવા જ બિનઅઘિકૃત બાંઘકામ બિલાડીના ટોપની જેમ ફુટી નિકળયા છે તેની સામે લટકતી તલવાર જેવી સ્થિતિ જોવા મળે છે.
સોશીયલ મિડીયામાં લેટર બોમ્બ ફોડવાના મેસેજો વહેતા થયા
પાલીકાની કાર્યવાહીથી ફફડી ઉઠેલા બિનઅઘિકૃત બાંઘકામ કરનાર કહેવાતા બિલ્ડરો કે જે અઘિકારીઓની મીઠી નજર તળે ગેરકાયદેસર બાંઘકામો ખડકેલ હતા. હવે અઘિકારીઓ સામે લેટર બોમ્બ ફોડવા મેદાને પડયા હોય તેવા મેસેજો સોશીયલ મિડીયામાં પણ વાયરલ થયા છે. જયારે પાલીકા તંત્રની કાર્યવાહી અંગે 37 ગેરકાયદેસર બાંઘકામો બેઠકો કરી રણનિતી ઘડી રહયા છે.
