ગિરગઢડા
ભરત ગંગદેવ.
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કોમ્યુનીટી એકશન ફોર હેલ્થ અને પંચાયતી રાજ્ય સંસ્થાની કાર્ય શિબિરનું આયોજન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા અને જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી ના શુભ હસ્તે દિપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી – ડો. એચ.એચ. ભાયાએ જુદી જુદી આરોગ્યલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી, ટી.બી., વાહક જન્ય રોગો (NVBDCP) તેમજ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત COTPA- 2003 કાયદા અંગેની જાગૃતિ લાવવાની અને સજા અંગે વિષે સમજાવેલ. અંતમાં આભાર વિધી અધિક જિલ્લા મેલેરિયા અધિકારી સીમા ખિમાણી દ્વારા કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમની સમગ્ર તૈયારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ છાટબાર પુર્વીબેન ટીમ દ્વારા કરવામાં આવેલ. આ તકે આરોગ્ય સમિતીના ચેરમેન , જિલ્લા પંચાયત ઉપ્રમુખ અને જિલ્લા પંચાયત તમામ પદાધિકારી અને સભ્યોશ્રી , તાલુકા પંચાયત પદાધિકારી અને સભ્યો તેમજ આરોગ્ય શાખાના અધિકારી ડો. ડી.વી. પરમાર, ડૉ.અરૂણ રોય, ડો. કે.બી. નિમાવત, ડો. ડી.કે. ગોસ્વામી, તાલુકા હેલ્થ ઓફીસર , આરોગ્યના તમામ કર્મચારી હાજર રહેલ.
આ પ્રસંગને સફળ બનાવવા કરણભાઈ સરૈયા દિપ્તીબેન વ્યાસ, મેહુલભાઈ ચુડાસમા, ધવલભાઈ ચાંડપા, માલવિયા પ્રીતીબેન, જયભાઈ પરમાર દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.


