ગિરગઢડા તા 4
ભરત ગંગદેવ..
ગીર ગઢડા ગામે જામવાળા જતા રોડ ઉપર એક કિલોમીટર દૂર ખેડૂત બાલુભાઇ હરિભાઈ હિરપરા નું ખેતર આવેલ છે. રાત્રિના સમયે ઢોરવાડીયા માં બે પાડી બે થી ત્રણ વર્ષની બાંધી હતી ત્યારે જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં બે પુખ્ત ઉંમરનું સિહ.સિંહણ વાડીના મકાનમાં દિવાલ ઠેકી ઢોરવાડિયામાં આવી અને બાંધેલી બે પાડી ઉપર તરાપ મારી પંજાના નહોર ભરાવી તથા દાંત બેસાડી સ્થળ ઉપર મારી નાખી, શિકાર કરેલ અને ખેડૂતો જાગી જતા હાકલા પડકારા કરી સિંહણને ભગાડી હતી અને અંદાજિત 50 હજારનું નુકશાન ખેડૂતને ગયાનું જાણવા મળેલ છે.