ઊના – ગીર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ સિંહ, દીપડા સહિત શિકારની શોધમાં અવાર નવાર આવી ચડતા હોય છે. ત્યારે ગીર જંગલની નજીક સીમ વિસ્તારમાં શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહોએ મોડી રાત્રિના સમયે એક પશુ પર હુમલો કરીને રસ્તા પરજ મારણ કરી મિજબાની માણી હતી. ત્યારે વાહન ચાલકોએ થંભી ગયા હતા. ગીર જંગલને અડીને આવેલ ગામમાં મોડી રાત્રીના સમયે એક સાથે ત્રણ સિંહોનો પરિવારે શિકારની શોધમાં નીકળ્યા હોય અને ગીર નજીક આવેલ ગામના મુખ્ય રસ્તા પરજ એક પશુ પર હુમલો કરી દીધેલ હતો. બાદ ત્રણેય સિહોએ મારણની મીજબાની માણતા હોય એ વખતે રસ્તા પરથી પસાર થતા વાહન થંભી ગયેલ હતા. જોકે આ સમગ્ર ઘટના વાહન ચાલકોએ નિહાળી હોય આ ત્રણ સિંહે મારણની મિજબાની સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો.


