Gujarat

ગીર સોમનાથની ચાંડુવાવની શાળામાં પ્રવેશોત્સવમાં ભૂલકાઓને શિક્ષણરૂપી જ્ઞાનયજ્ઞમાં જોડતાં અધિકારી એન.એમ.પંડ્યા વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ વિશે જાગૃતિ ફેલાવી તેમજ બેટી બચાવોનો આપ્યો હકારાત્મક સંદેશ

ગિરગઢડા
ભરત ગંગદેવ.
સમગ્ર રાજ્યમાં ઉલ્લાસપૂર્વક પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્રવેશોત્સવના બીજા દિવસે વેરાવળ તાલુકામાં સચિવાલય શિક્ષણ વિભાગના અધિકારી શ્રી એન.એમ.પંડ્યાની અધ્યક્ષતામાં ચાંડુવાવમાં પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી થઈ હતી. અધિકારીશ્રીએ પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને શિક્ષણરૂપી જ્ઞાનયજ્ઞમાં જોડ્યાં હતા.
અધિકારી એન.એમ.પંડ્યા દ્વારા પ્રેરક ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભાર વિનાના ભણતરના લક્ષ્ય સાથે આગળ વધવા સંદેશ અપાયો હતો. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૮૨૩ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની શરુઆત કરવામાં આવી હતી તો રાજ્યની વિવિધ શાળાઓમાં અંદાજે રૂ.૮.૪૬ કરોડના ખર્ચે ૧૪૧ નવનિર્મિત ઓરડાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે અંગેની ખુશી પણ વ્યક્ત કરી હતી.
આંગણવાડી તેમજ શાળાના બાળકોને પહેલો દિવસ આજીવન યાદગાર બની રહે તેના માટે શાળામાં ઉલ્લાસભેર આવકારવામાં આવ્યા હતા. અધિકારીશ્રી તેમજ ગામના આગેવાનો દ્વારા બાળકોને શૈક્ષણિક સાહિત્યની કીટ અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતાં. પ્રવેશોત્સવ દરમિયાન બાળકોએ ગૌરવ ગાન કર્યુ હતું અને વ્યસનમુક્તિ વિશે જાગૃતિ ફેલાવી હતી તેમજ બેટી બચાવોનો હકારાત્મક સંદેશ પણ આપ્યો હતો.
આ તકે કાર્યક્રમમાં સરપંચ હિરાભાઈ સોલંકી, આચાર્ય જગદિશભાઈ વાળા, પૂર્વ આચાર્ય જેસાભાઈ સોલંકી, SMCના અધ્યક્ષ ગીરીશભાઈ સોલંકી, CRC દેવશીભાઈ જોટવા, BRC સંદિપભાઈ સોલંકી સહિતના શિક્ષણવિદ તેમજ વાલીઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ત્રણ દિવસ ઉલ્લાસપૂર્વક પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

IMG-20220624-WA0605.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *