Gujarat

ગીર સોમનાથમાં (ડ્રેગન ફ્રુટ) “કમલમ ફ્રુટ”નું વાવેતર  કરવા ઈચ્છુક ખેડુતોને  સહાય આપવા અરજીઓ મંગાવાઇ સહાય મેળવવા માટે ૮મી ઓગસ્ટ  સુધી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી  

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા
—————-
          ગીર સોમનાથ, તા.૧૨: ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને “કમલમ ફ્રુટ” (ડ્રેગન ફ્રુટ)નું વાવેતર વધે તે માટે જિલ્લામાં કમલમ ફ્રુટનું વાવેતર કરતા ખેડૂતોને સહાય આપવા માટે જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ૨૦૨૨-૨૩માં વાવેતર કરવા ઈચ્છુક હોય તેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઇ છે.
        ગીર સોમનાથ જિલ્લાના  બાગાયતી ખેડૂતોએ  (ડ્રેગન ફ્રુટ) કમલમ ફ્રુટ વાવેતર કરવા માટે સહાયનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in ઉપર તા.૦૮/૦૮/૨૦૨૨ સુધીમાં બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:-૩ ઉપર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નકલ સાથે તેમજ જરૂરી સાધનિક પુરાવાઓ દિવસ -૭માં  નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી, નગરપાલિકા સામે ,વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે જમા કરવાની રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક શ્રી કચેરીના ટેલીફોન નંબર.૦૨૮૭૬૨૪૦૩૩૦ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *