Gujarat

ગીર સોમનાથમાં સાર્વત્રીક વરસાદ, શિંગોડા ડેમનો દરવાજો ખોલાયો નવા નીરની આવકથી ૧૦૦% ભરાયો ડેમ, નીચાણવાળા ગામમાં એલર્ટ

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
 સમગ્ર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસ્યો છે ત્યારે જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાળા ગીર ગામ પાસે આવેલ શિંગોડા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે. જેના પરિણામે શિંગોડા ડેમ હાલ ૧૦૦% ભરાયેલો છે. સાંજના સમયે શિંગોડા ડેમનું લેવલ ૧૪૧.૫૮ મીટર, ઊંડાઈ ૧૮.૮૦ અને પાણીનો જીવંત જથ્થો ૩૬.૦૭ મિલિયન ઘન મીટર છે. જ્યારે સાંજ સુધીમાં કુલ વરસાદ ૧૨૫૭ મીલીમીટર નોંધાયો છે.
આમ શિંગોડા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયેલ છે શિંગોડા ડેમનો હાલ એક દરવાજો ૦.૩૦ મીટર ખોલાયો છે. જરૂર પડી તો વધુ દરવાજો ખોલવાની શક્યતાઓ જોતા નીચાણવાળા ગામોને સૂચના આપવામાં આવી છે. ગીર ગઢડા તાલુકાના જામવાળા, કસારીયા તેમજ કોડીનાર તાલુકાના ઘાટવડ, સુગાળા, છાછર, દુધાળા શેણાજ, કોડીનાર ઉપરાંત ચૌહાણની ખાણ અને મૂળ દ્વારકા ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *