Gujarat

ગીર સોમનાથ : ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ સિલાઈ મશીન મળવાથી પરિવારને આર્થિક મદદ કરી શકીશ – જ્યોતિબેન ટાંક, ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થી  

ગિરગઢડા
  ભરત ગંગદેવ
, એ.પી.એમ.સી-કાજલી ખાતેના જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થી જ્યોતિબેન ટાંકને સિલાઈ મશીન સાથે દરજીકામ માટે જરૂરી અન્ય સાધનો મળતા પરિવારને આર્થિક મદદરૂપ બની શકશે. તેનો આનંદ કર્યો હતો.
જ્યોતિબેન કહે છે કે, ગરીબ કલ્યાણ મેળાથી ખરા અર્થમાં જરૂરિયાતમંદો-ગરીબોનુ કલ્યાણ થઈ રહ્યું છે. મારા સહિત અન્ય કેટલાંય લાભાર્થીઓને સ્વરોજગારીના સાધનો મળ્યા છે. જેના થકી આર્થિક રીતે પગભર થવાની દિશામાં આગળ વધે છે. સાથે જ પોતાના પરિવારને મદદરૂપ બની શકે છે. ઉપરાંત બાળકોના અભ્યાસ ખર્ચને પણ વહન કરી શકાય છે.
   ગૃહિણીઓ માટે સીલાઈ મશીન રોજગાર માટે એક ઉત્તમ સાધન છે. ઘરકામમાંથી નવરાશ મળ્યા બાદ સીલાઈ મશીનનુ કામ કરી શકાય છે. આમ, રાજ્ય સરકારે ગૃહિણીઓ-મહિલાઓને અનુલક્ષીને આપેલા સાધનો ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેમ જણાવતા જ્યોતિબેને રાજ્ય સરકારનો આભર પ્રગટ કર્યો હતો.

IMG-20220226-WA0417.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *