ગિરગઢડા તા 19
ભરત ગંગદેવ…
રાજ્ય સરકારે આબાદી ગામઠાણ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં પ્રોપટીકાર્ડ બનાવવાની યોજના કાર્યરત છે. જે અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાના ૪૬ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલ આંબળાસ,ચિત્રાવડ અને સીડોકર ગામોમાં માપણી કામગીરી બાદની પુરાવા એકત્ર કરવાની કામગીરી ડિસ્ટ્રીકટ ઈન્સ્પેકટર લેન્ડ રેકર્ડ, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠર ચાલી રહી છે. પુરાવા એકત્ર કરવા માટે આ ત્રણ ગામો બે વખત નોટિસ વિતરણ કરવા છતાં મિલકત ધારકો દ્વારા મિલકતના આવશ્યક આધાર પુરાવા રજુ કરવામાં આવ્યા નથી. તેમજ જે રજુ કરેલ છે તે અપુરતા હોય તે માટે ડિસ્ટ્રીકટ ઈન્સ્પેકટર લેન્ડ રેકર્ડ, કચેરી ગીર સોમનાથ દ્વારા નિયુક્ત WPCOS AGENCYથી તા.૨૨-૦૨-૨૦૨૨ના રોજ ત્રણ ગામે કેમ્પ યોજાનાર છે. તે અંતર્ગત જે મિલકત ધારકો પાસે પોતાના મિલકત પરત્વેના આધાર પુરાવાઓ જેમ કે, મિલકતના લેખ, સનદ, દાખલા, ગામ નમૂના નં-૨, બિનખેતી થયેલ હોય તો-હુકમ,એન.એ.પ્લાન તથા દસ્તાવેજની ઝેરોક્ષ અથવા કોઈ પુરાવા ના હોય તો પંચાયતના આકારણી રજીસ્ટરનો દાખલો-જેટલો વધુ જુનો નીકડે તે અને નવો આકારણીનો દાખલો લઈને હાજર રહેવાનુ રહેશે. આંબળાસ,ચિત્રાવડ અને સીડોકર ગામની જાહેર જનતાએ સરકારી અને પોતાના કામમાં સહયોગ આપવા ડિસ્ટ્રીકટ ઈન્સ્પેકટર લેન્ડ રેકર્ડ, ગીર સોમનાથ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં આબાદી ગામઠાણ યોજનામાં વેરાવળ તાલુકાના ઇંદ્રોઇ, નાવદ્રા, વડોદરા ડોડીયા, સીડોકર, સુપાસી, આજોઠા, ભાલપરા, બાદલપરા, ડારી, મીઠાપુર, ડાભોર, ગોવિંદપરા, તાંતીવેલા, કાજલી, સોનારીયા, તાલાળા તાલુકાના આંબળાસ, આંકોલવાડી, બોરવાવ, ચિત્રાવડ, ધાવા, સેમરવાવ, તાલાળા, સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા, વડોદરા ઝાલા, સીંગસર, ગોરખમઢી, સુત્રાપાડા, લોઢવા, ધામળેજ, કોડીનાર તાલુકાના છારા, ડોળાસા, ઘાટવડ, કાજ, ઉના તાલુકાના અમોદ્રા, સનખડા, સીમર, કોબ, તડ, પાલડી, નવાબંદર, ગીર ગઢડા તાલુકાના ધોકડવા, સનવાવ, વડવીયાળા, જામવાળા, ફાટસર તથા ગીર ગઢડાને પસંદ કરવામાં આવ્યા છે.
