ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાજ્ય સરકાર દ્વારા ચાલતા અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા સંચાલીત 1962 ના કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અનેક પશુઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ માં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની ટીમ ડો. વિશાલ ડોડીયા તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર લતીફભાઈ બ્લોચ દ્વારા ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી તેમજ બીમાર અને ઉડી ન સકે તેવા પક્ષીઓની સારવાર કરી પાંજરાપોર ટ્રસ્ટ ના હવાલે કરવામાં આવ્યા હતા અને તેની ફોલો અપ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી આ દરમિયાન પાંજરાપોળ દ્વારા પક્ષીઓની ખુબજ સારી સારસંભાળ લેવામાં આવી હતી.ગીર સોમનાથ જિલ્લાના 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ના પ્રોગ્રામ મેનેજર શ્રી ડો. જતીન સંચાણીયા સાહેબ અને પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી અમાનતઅલી નકવી એ એમની ઉત્તમ કામગીરીને બિરદાવવા મા આવી હતી તેમજ અનિષ રાચ્છ સોશીયલ એક્ટીવિસ્ટ દ્રારા લોકો ને 1962 ટોલ ફ્રી નંબર ફોન કરવા વધુ મા વધુ લોકો અબોલ પશુ પક્ષી ના જીવ બચાવવા મા મદદ રૂપ થવા જણાવેલ.


