Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં કિશોરીઓને અનુલક્ષીને ૧૦૦ દિવસ સુધી ઉજવણી કરાઈ

   ગિરગઢડા
  ભરત ગંગદેવ.
 ગીર સોમનાથ જિલ્લામાં પૂર્ણા સેગ હેઠળ તા.૦૧-૧૦-૨૦૨૧ થી ૧૫-૦૧-૨૦૨૨ સુધી કિશોરીઓને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ૧૦૦ દિવસય કરાઈ છે. સેગ પૂર્ણ કિશોરીઓ માટે ગરબો,રંગોળી હરિફાઇ, પોષણ સુત્રો, સ્ટીક ખોરાક, વાનગી હરિફાઇ, રસોઇ શો, પોષણના તોરણ, એનિમીયા અટકાવો જેવા વિવિધ યોજનાકીય કાર્યક્રમના આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી હેલ્પર દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ પૂર્ણ શકિત પેકેટ વિશે પણ કિશોરીને વાનગી બનાવવાની સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ૧૦૦ દિવસ સુધી કાર્યક્રમને સફળ બનાવવા માટે વેરાવળ ઘટક-૧ ના સી.ડી.પી.ઓ મંગળાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ તમામ સેજાના સુપરવાઇઝર  તથા આઇ.સી.ડી.એસના સ્ટાફે તથા આંગણવાડી વર્કર- હેલ્પર બહેનો દ્રારા આ કાર્યક્રમ સફળતા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત વિસ્તારના કાઉન્સીલર તથા આગેવાન સાથે રહીને કિશોરીઓને પ્રોત્સાહ સ્વરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

IMG-20220113-WA0544.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *