ગીર સોમનાથ.તા.૧૧:રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,
અમદાવાદના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા અદાલત ગીર સોમનાથ તેમજ તાબા હેઠળની તમામ કોર્ટોમાં તા. ૧૩/૦૮/૨૦૨૨ ના રોજ નેશનલ
લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું છે.
જેમા નેશનલ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત તકરારો સિવાયના અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન,
નેગોસિયેબલ ઈન્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમેલી કેસો, મહેસૂલના કેસો,
ભરણ પોષણના કેસો, એલ.આર.સી., હિન્દુ લગ્ન ધારો, મુસ્લિમ લગ્નધારો, ભાડાના કેસો, બેન્કને લગતા કેસો, વિજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકાશે. જે પક્ષકારો કેસો મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીકટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આવેલ તાલુકાના કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવો એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર સોમનાથના અધ્યક્ષશ્રી પી.જી.ગોકાણી તથા સેક્રેટરી શ્રી કે.જી.પટેલની યાદીમાં જણાવાયુ છે.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ગીર સોમનાથ પશુપાલન વિભાગને LSD વેક્સિનેશન માટે સાવજ ડેરી, જુનાગઢ દ્વારા goat pox વેક્સિનના દસ હજાર ડોઝ આપવામા આવ્યા
———–
ગીર સોમનાથ. તા.૧૧:હાલમાં લમ્પી રોગચાળાએ પશુઓના જીવ જોખમમાં મૂક્યા છે, તેથી પશુપાલકોને તેના પશુધનને બચાવવા માટે યોગ્ય પગલાંઓ લેવા માટે જાગૃત્તિ આવી છે. લમ્પી સ્કીન ડીસીઝથી પશુધનને બચાવવા અને તેના સામે રક્ષણાત્મક પગલાઓ ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે ચેરમેનશ્રી. સાવજડેરી જુનાગઢ દ્વારા પશુપાલન શાખા. ગીર સોમનાથ ને દસ હજાર ડૉઝ goat pox વેક્સીનના આપવામા આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત તા.૧૩ ઓગસ્ટના રોજ યોજાશે
સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
