ગિરગઢડા તા 23
ભરત ગંગદેવ.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી, ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લામાં વસતા દિવ્યાંગ ખેલાડી ભાઇઓ બહેનો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨૦૨૧/૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શારીરિક ક્ષતિગ્રસ્ત સ્પર્ધકો માટે ૫ મી મે એ, શ્રવણ મંદ, અને અંધતા ધરાવતા દિવ્યંગો માટે ૬ઠી મે એ, માનસિક ક્ષતિ ગ્રસ્ત માટે ૭મી મે એ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાઓ વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે યોજાશે જેનો રીપોર્ટીંગ સમય સવારે ૮:૦૦ કલાક નો રેહશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ જોશીની યાદીમાં જણાવાયું હતું
