મંજૂર કરયેલ લોન માટેની ૮૬ અરજીઓ માટે લીડ બેંક સહિત સંલગ્ન બેન્કો દ્વારા કુલ ૮૮ લાખની લોન મંજૂર કરાઈ સાથેજ વિવિધ ફંડ અન્વયે ૨૦.૬૦ લાખ ફાળવવામાં આવ્યા હતા
સોમનાથમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ક્રેડિટ કેમ્પના માધ્યમથી ૮૬ સ્વ સહાય જૂથોને ચેકનુ વિતરણ કરાયું
સરકાર એ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી વ્યાજ વગરની લોન અને કેશ ક્રેડીટ આપવામાં ઉદારીકરણ દાખવ્યું -જિલ્લા પંચાયત પ્રમુખ-શ્રીમતિ રામીબેન વાજા ..
ગિરગઢડા
ભરત ગંગદેવ…
સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડિટોરીયમ હોલ ખાતે જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે હેતુથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથો માટે ૮૮ લાખની લોન-કેશ ક્રેડિટ મંજૂર કરવામાં આવેલ છે તેમજ રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ તથા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળી કુલ-૧૪૪ સ્વ સહાય જુથોને ૧.૦૮કરોડ ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજાની અધ્યક્ષતામાં પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રીમતિ રામીબેન વાજાએ ઉપસ્થિત સર્વેને સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે સખી મંડળની બહેનોને સામાન્ય કહી શકાય તેવી રકમની કેશ ક્રેડિટ કે લોન મળતી હતી. જેમાં આજે રાજ્ય સરકારના સહાયકારી અભિગમથી માતબર વધારો કરી રૂ. એક લાખ સુધીની લોન-કેશ ક્રેડિટ આપવામાં આવે છે. આ નાણાં બહેનોને આર્થિક રીતે પગભર થવામાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. ઓછા દરે નાણાં મળતા હોવાથી બહેનો આર્થિક તકલીફોનો સામનો કરવો પડતો નથી. સાથે વિવિધ રોજગારી લક્ષી પ્રવૃત્તિના દ્વાર ખૂલે છે.
પૂર્વ મંત્રી જસાભાઈ બારડે જણાવ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર ભારત ની કરોડ રજ્જુ છે. દેશની અડધી આબાદી મહિલાઓની હોય ત્યારે મહિલાઓના વિકાસમાં દેશનો વિકાસ સમાયેલો છે.ગ્રામ્ય વિસ્તારોમાં બહેનો જ્યારે સ્વ સહાય જૂથમાં જોડાયા ત્યારથી તેમનામાં એક આત્મવિશ્વાસનો વધારો થયો છે. તેઓ મક્કમતાથી પોતાના વિચારો રજૂ કરી શકે છે. સાથે જ આ બેહનો સૌથી વધુ જવાબદારીપૂર્વક સમયાવધિમાં બેન્ક દ્વારા મળેલ ધિરાણનું ચૂકવણું પણ કરે છે. જે એમની નિષ્ઠા નું ઉદાહરણ છે.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.જે ખાચરે અને આભારવિધિ વેરાવળના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આર.વી.ઓડેદરાએ કરી હતી. આ પ્રસંગે વેરાવળ નગરપાલિકા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પ્રમુખ પિયુષભાઈ ફોફડી , બચુભાઈ વાજા, લીડ બેંકના અધિકારી કલેકટર રાજેન્દ્ર ગોહિલ ડીડીઓ રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, સાથે મોટી સંખ્યામાં સખીમંડળ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

