ગિરગઢડા
ભરત ગંગદેવ
સરકારની સેવાઓ બે દાયકામાં જન-જન સુધી પહોંચી છે સરકારી સેવાઓ અને યોજનાકીય લાભો છેવાડાના લોકોને મળ્યા છે.વિશ્વાસથી વિકાસની આ યાત્રાને આગળ ધપાવવાની નેમ સાથે રાજ્યભરમાં રૂ.૪૫૦૦ કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે, ત્યારે ગીર સોમનાથમાં વેરાવળ પ્રાંતકક્ષાના વિશ્વાસથી વિકાસની કાર્યક્રમ અંતર્ગત નગરપાલીકા કોમ્યુનિટી હોલ વેરાવળ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબેન વાજાની અધ્યક્ષતામા રુ. ૧૧.૪૮૮ કરોડના ખર્ચના કુલ ૪૮૩ કામોનુ ઈ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજાએ જણાવ્યુ હતુ કે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચી છે. મહીલાઓને વિવિધ મહિલાલક્ષિ યોજનાઓનો લાભ મળતો થયો છે. ઉજ્જવલા યોજના થકી મહીલાઓને રસોઈ કરવામા કોઈ તકલીફ પડતી નથી.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંગભાઈ પરમારે જણાવ્યુ હતુ કે, પિવાના પાણીની સમસ્યા નિવારણ સરકાર લાવી છે. જિલ્લામા ૧૦૦% નલ સે જલ યોજના પુર્ણ થઈ ગઈ છે. સરકારની યોજનાઓ માનવીની સંવેદનાઓ સાથે જોડાયેલી છે.વધુમા જણાવતા કહ્યુ હતુ કે આયુષ્માન ભારત યોજના વિશ્વની સારામા સારી યોજના છે.તેનાથી પરિવારો બીમારીના ખર્ચાના કારણે આર્થિક રીતે મુજવણ અનુભવતા નથી.ગામથી ગામ અને ગામથી તાલુકાને જોડતા રસ્તાઓ થયા છે અને સાથે ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ થકી ખેડુતોની આવકમા વધારો થયો છે.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યુ હતુ કે ભારત વિકસીત રાષ્ટ્ર બને તે માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવાનો છે.તમે જયા છો ત્યા પોતાની જવાબદારી સમજીને દેશના વિકાસ માટે કાર્ય કરવુ જોયે વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે પોતાની ફરજ સમજીને સ્વચ્છતા રાખવી જોયે સોમનાથ -પાટણની ભુમી સ્વચ્છ રાખવા જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના જૈવ વિવિધતા સમિતિના ચેરમેન રાજવીરસિહ ઝાલા, વેરાવળ તાલુકા પ્રમુખ હરદાસભાઈ સોલંકી,નગરપાલીકા ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, અગ્રણી બચુભાઇ વાજા,જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં..


