Gujarat

ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું સર્વાંગી બજેટ રજુ કરાયું

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ રૂ. ૭૧૪.૫૬ લાખના ખર્ચની જોગવાઈઓ કરી
 ગિરગઢડા
ભરત ગંગદેવ.
જિલ્લા પંચાયત ગીર સોમનાથ હેઠળ આવતા વિસ્તારનો સર્વાંગી વિકાસ તેમજ ગ્રામ્ય પ્રજાની સેવા ઉપયોગી થવાના આશયથી તથા ગ્રામ્ય પ્રજા ઉપર કોઈ પણ જાતના કરવેરા નાખ્યા સિવાય ગીર સોમનાથ જિલ્લા પંચાયત પાસે સ્વભંડોળની આવક સિમિત હોવા છતા ૭૧૪.૫૬ લાખની માતબર રકમનું સર્વાંગી વિકાસ કરવા માટે અંદાજ પત્ર રજુ  કરવામાં આવ્યું હતુ.
સને ૨૦૨૨-૨૩ના વર્ષની સ્વભંડોળની અંદાજીત ખુલતી સિલક રૂા.૭૨૪.૬૮લાખ તથા અંદાજીત આવક રૂ.૩૦૨.૩૩ લાખ મળી એકંદર કુલ રૂા.૧૦૨૭.૦૧ લાખની સામે રૂ.૭૧૪.૫૬ લાખના ખર્ચની જોગવાઈઓ કરવામાં આવી હતી જેના કારણે વર્ષના અંતે રૂ।.૩૧૨.૪૫ લાખની પુરાંત રહેશે.
વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષના સ્વભંડોળ વિભાગમા સ્વભંડોળની રકમ સિમિત હોવા છતા જિલ્લા પંચાયત દ્વારા તમામ વિસ્તારમા વિકાસના કામો માટેની જોગવાઈ રૂ।.૧૫૦.૦૦ લાખની કરવામા આવેલ હતી. તેમજ વિકાસ ક્ષેત્રે રૂ।.૧૬૮ લાખ, પ્રાથમીક શિક્ષણ ક્ષેત્રે રૂા.૧૮૩.૫૦ લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂ।.૭.૦૦લાખ, ખેતીવાડી ક્ષેત્રે રૂા.૪.૦૦લાખ, પશુપાલન ક્ષેત્રે રૂા.૬.૦૦લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂા.૫૦.૦૦લાખ, બાંધકામ ક્ષેત્રે રૂ।.૬૪.૨૦લાખ નાની સિંચાઈ ક્ષેત્રે રૂ।.૨૭.૦૦લાખ, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે રૂા.૮.૦૦ લાખ ની જોગવાઈ કરવામા આવેલ. તેમ એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લા પંચાયતની સ્વભંડોળની મર્યાદિત આવકને લક્ષમા રાખી વિકાસને લગતી બાબતો ધ્યાને લઈ વહિવટી ખર્ચમા કરકસર કરીને આ વિકાસલક્ષી,પુરાંતલક્ષી અંદાજપત્ર રજુ કરવામા આવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *