હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાસલી ગામની એક સગર્ભા મહિલા ને પ્રસૂતિ નો દુઃખાઓ થતા જ એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરાવામાં આવી…
પ્રાચી તીર્થ…
પ્રાચી તીર્થ ખાતે ની 108 એમ્બ્યુલન્સની ઉત્તમ કામગીરી સામે આવી હતી જેમા સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામની એક સગર્ભા મહિલા ને પ્રસૂતિ નો દુઃખાઓ થતા જ એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરાવાની ફરજ પડી હતી
કહેવાય છે ને કે ગીર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ માતા મરણ અને બાળ મરણ માટે ખુબજ ઉત્તમ સિંહ ફાળો આપે છે આજે તારીખ 23/12/22 ને 7:15 મિનિટે સુત્રાપાડા તાલુકાના પ્રસાલી ગામની એક સગર્ભા મહિલા અસ્મિતા બેન માનસિંગભાઈ સોલંકી ઉંમર .27 ને પ્રસૂતિ નો દુઃખાઓ થતા પ્રાચી ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન આવેલો ફરજ પર ના હાજર કર્મચારી ઈએમટી.બાબુભાઇ વાજા અને પાયલોટ વિજયગીરી ઘટના સ્થળે પહોંચેલ અને દર્દી ને એમ્બ્યુલન્સ માં લઈ અને હોસ્પિટલ જવા નીકળ્યા પરંતુ રસ્તામાં અચાનક તે મહિલા દર્દી ને વધારે દુખાવો ઉપડતા એમ્બ્યુલન્સ ને ઊભી રખાવી ને સફળતાપૂર્વક એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરાવામા આવી હતી. ૧૦૮ ના ઈએમટી.બાબુભાઇ વાઝાની આવડત અને ૧૦૮ હેડ ઓફિસ ના ડૉક્ટર ની સલાહ મુજબ માતા અને બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો અને બંને ને પ્રસાલી સરકારી હોસ્પિટલ મુકવામા આવ્યા હતા.
તેમના સગા સંબંધીઓ એ ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો જિલ્લાના ઉચ્ચ અધિકારી દિનેશ સર અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


