Gujarat

ગુજરાતના ૮ પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

ગાંધીનગર
રાજ્યના ૨૦૨૦-૨૨ની બેચના ૮ પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ ૮ અધિકારીઓ ગુજરાત કેડરમાં ફાળવાયેલા છે અને રાજ્યના વિવિધ જિલ્લામાં તેમની તાલીમ પૂર્ણ કરીને બીજા તબક્કાની તાલીમ માટે તેઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર મસુરી ખાતે જવાના છે. આ પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારીઓએ જિલ્લાની પોતાની તાલીમ દરમિયાનના અનુભવો મુખ્યમંત્રી સાથે શેર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને રાજ્યની વિકાસયાત્રામાં તેમનું યોગદાન મળતું રહે અને તાલીમ બાદ તેઓ જ્યારે ગુજરાત પરત આવે ત્યારે આ વિકાસ યાત્રામાં પોતાનું ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ મુલાકાત સમયે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી, સ્પીપાના મહાનિયામક આર.સી. મીના, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ પણ બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત રાજ્યના ૨૦૨૦-૨૨ ની બેચનાં ૮ પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ રાજ્યના વિવિધ જિલ્લામાં પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ કરી હતી. જે બાદ આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. હવે આગામી દિવસોમાં બીજા તબક્કાની તાલીમ મેળવવા માટે આ અધિકારીઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર મસુરી ખાતે જવા માટે રવાના થશે.

Interviewed-with-CM-in-Gandhinagar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *