Gujarat

ગુજરાતનું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે નૂતન વર્ષામા યાત્રિકોએ મોટી સંખ્યામાં કર્યા માઁ અંબાના દર્શન

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો છેલ્લાં ઘણાં સમયથી વાતાવરણમાં અચાનક બદલાવ આવવાની પરિસ્થિતિઓ સર્જાતી રહે  છે. એવી સ્થિતિમાં હવે શિયાળાની શરૂઆત થશે એવી આશાએ સાવરકુંડલા શહેરમા શિયાળામાં ઉપયોગી ગરમ કપડાંનાં વેચાણની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો જેન્ટસ ગરમ કપડાંની રેંજ ૩૫૦ થી શરૂ કરી લગભગ ૧૨૦૦ સુધીની રેંજ જ્યારે લેડિઝ ગરમ કપડાંની ૩૫૦ થી શરૂ કરી ૯૦૦ સુધીની રેંજના કપડાં અહીં સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા નગરપાલિકા સદન પાસે આવેલ મહુવા રોડ વિસ્તારમાં વેચાતાં જોવા મળે છે. આમ તો શિયાળાની શરૂઆત હજુ જોઈએ તેવી થઈ નથી ઓક્ટોબર માસ પૂર્ણ થવાને છે દિવાળીના તહેવારો પણ પૂર્ણ થયાં આજે લાભપાંચમ છે પરંતુ ઠંડી હજુ વાતાવરણમાં જોવા મળતી નથી.. આમ જોવા જઈએ તો દિવાળીના શમય દરમિયાન જ ઠંડીની શરૂઆત થાય છે પરંતુ હજુ પણ વાતાવરણમાં જોઈએ તેવો શિયાળાનો પ્રારંભ થયો નથી. બદલતા મોસમમાં આ પણ એક ચિંતાનો વિષય તો અવશ્ય ગણાય.. ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસરોનો પ્રભાવ પ્રતિવર્ષ વધતો જાય છે એ વાત તો હવે સ્વીકારવી જ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *