Gujarat

ગુજરાતનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિરે જગદંબાના ચરણોમાં રાજસ્થાન ના એક યાત્રિક દ્વારા ૫૨૭.૮૦૦ગ્રામ વજનના સોનાના અને ૧૧૧૦ ગ્રામ વજનના ચાંદીના કડા માતાજીના ચરણોમાં ભેટ કર્યા*

ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી મંદિર દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં યાત્રિકો મા અંબાનાં દર્શને આવતા હોય છે અને પોતાની ઈચ્છા અનુસાર સોનું-ચાંદી પૈસા રોકડ રકમ વગેરેનું ભંડાર માં અથવા તો ટેમ્પલ કાર્યાલયમાં જમા કરાવતા હોય છે જેમાં આજ રોજ તા.૧૦-૬-૨૦૨૨ ને શુક્રવાર ના પાવન દિનેમાં જગદંબાના ચરણોમાં રાજસ્થાન આબુરોડ નિવાસી દાતાશ્રી વિજયકુમાર ચોરસિયા દ્વારા રૂ.૨૨,૪૩,૧૫૦ ની કિંમત ના ૫૨૭.૮૦૦ગ્રામ વજનના સોનાના જૂના દાગીના અને રૂ.૪૩,૨૦૦ની કિંમતના ૧૧૧૦ ગ્રામ વજનના  ચાંદીના જૂના કડા ભેટ માં પ્રાપ્ત થયેલ છે. આમ આજરોજ આબુરોડ નિવાસી વિજયકુમાર ચોરાસિયા દ્વારા એક જ દિવસમાં રૂ.૨૨,૮૬,૩૫૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના ભેટ માં પ્રાપ્ત થયેલ છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20220610-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *