Gujarat

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ૮૦૦ ટકા કેસ ઘટ્યા

 

ગાંધીનગર
ાીજી લહેરમાં કેસો ઝડપથી ઘટી રહ્યા છે અને સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે, સાથે રસીકરણનો વ્યાપ વધ્યો છે, તેથી ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવા અંગે કોર કમિટીમાં ચર્ચા થઇ હતી. કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારથી એટલે કે માર્ચ ૨૦૨૦થી માસ્ક ફરજિયાત બનાવાયું છે અને એ પછી દંડની રકમમાં હાઇકોર્ટના આદેશથી વધારો કરવામાં આવ્યો છે. હાલ માસ્ક નહીં પહેરવા બદલ ૧ હજાર રૂપિયાનો દંડ વસૂલવાના નિયમો અમલી છે, જેથી આ માટેની કાયદાકીય અને અન્ય વહીવટી ઔપચારિકતા અનુસરવામાં આવશે, જેના ભાગરૂપે માસ્કના દંડમાંથી નાગરિકોને મુક્તિ આપવા માટે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે, એ પછી ર્નિણય લેવામાં આવશે. ત્રીજી લહેરમાં કોરોના કેસોના ઉછાળાને પગલે રાત્રિ કર્ફ્‌યૂની અવધિ વધારવાની સાથે અન્ય નિયંત્રણો કડક કરાયાં હતાં. હવે ૧૧મી ફેબ્રુઆરીએ આ ગાઇડલાઇન્સની મુદત પૂરી થઇ રહી છે ત્યારે સરકાર આવતીકાલે સ્થિતિની સમીક્ષા કરી રાત્રિ કર્ફ્‌યૂ અને અન્ય નિયંત્રણો હળવાં કરે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. હાલ ૮ મહાનગર સહિત ૨૭ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યૂ અમલમાં છે. એમાંથી અનેક શહેરોને કર્ફ્‌યૂમાંથી મુક્તિ આપવાની સાથે કર્ફ્‌યૂનો સમય રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યાને બદલે રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધીનો કરાય એવી શક્યતા છે. ૧૦ વાગ્યાના કર્ફ્‌યૂને કારણે હોટલ- રેસ્ટોરન્ટને પડતી મુશ્કેલી પણ ધ્યાનમાં લેવાશે. લગ્ન પ્રસંગોએ ૩૦૦ લોકોને એકત્ર થવાની મંજૂરી અપાઇ છે એ રીતે અન્ય જાહેર કાર્યક્રમોમાં પણ વધુ લોકોને મંજૂરી અપાય એવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા ૧૮ દિવસમાં કોરોનાના નવા કેસમાં ૮૦૦%નો તથા એક્ટિવ કેસમાં ૩૭૫%નો ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકાર માસ્ક તથા રાત્રિ કર્ફ્‌યૂ સહિતનાં નિયંત્રણોમાં છૂટછાટ આપવા વિચારણા કરી રહી છે. કોરોના રસીના વિક્રમી ૧૦ કરોડ ડોઝ અને ત્રીજી લહેર પણ પૂર્ણતાના આરે છે, ત્યારે નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવા માટે સરકારે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે. આગામી દિવસોમાં ઔપચારિક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંકેત આપ્યા છે. ગિફ્ટ સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૦ કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિ મેળવવા બદલ આરોગ્ય વિભાગને અભિનંદન આપતાંની સાથે હળવાશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે માસ્કથી લોકો કંટાળ્યા છે અને એવું ઇચ્છી રહ્યા છે કે આ જાય તો સારું, આ બાબતે અમે પણ ચર્ચા કરી છે. હવે જ્યારે કેસો ઘટી રહ્યા છે ત્યારે આપણે આ મહામારીમાંથી બહુ સારી રીતે બહાર આવી રહ્યા છીએ. એની સાથે માસ્કમાંથી પણ આપણને બહુ ઝડપથી મુક્તિ મળશે.

Consideration-of-the-State-Government-to-get-rid-of-the-mask.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *