અમદાવાદ
ગુજરત રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસો ના કારણે સરકાર ની ચિંતા માં વધારો કરી દીધો છે, રાજ્ય સરકારે ૧૦થી ૧૨ જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો ર્નિણય લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૮ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે તેમજ ટ્રેડ શો સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે. ધોરણ ૧થી ૮ની સ્કૂલો ઓફલાઇન સંપૂર્ણ બંધ કરી ઓનલાઇન ચાલુ રાખશે, જ્યારે ૯થી ૧૧ની સ્કૂલો ઓડ ઇવન પદ્ધતિથી ૫૦ ટકા કેપેસિટી સાથે ચાલુ રાખશે. અમદાવાદ માં યોજાતા ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને એ પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. એની સાથે સાથે પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ગુજરાત વાલી એકતા મંડળે પણ ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ બંધ કરીને ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ શરૂ કરવાની માંગ કરી છે. જ્યારે રાજ્યની સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરાવવા માટે દ્ગજીેંૈંએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ધોરણ ૧ થી ૮ની સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવાની માંગ સાથે દ્ગજીેંૈં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ઁઁઈ કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે ૨૪ કલાકમા વિદ્યાર્થીહીતમા ર્નિણય લેવા માંગ કર હતી. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં હવે ગાંધીનગર ખાતે ૧૦,૧૧,૧૨ જાન્યુઆરીથી પાછળ લઈ જવામાં આવેલી ન્ઇડ્ઢની શારીરિક પરીક્ષા મૂળ તારીખે લેવામાં આવશે. કોલ લેટરમાં જણાવેલી તારીખ અને સમયે કસોટી માટે પહોંચવાનું રહેશે. આ અંગે ન્ઇડ્ઢ ભરતી બોર્ડના ચેરમેન હસુમખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી ગુજરાત રાજ્ય અધ્યાપકમંડળે કોલેજમાં શૈક્ષણિક કાર્યવાહી ઓફલાઈન બંધ કરીને ઓનલાઇન શરૂ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. અધ્યાપક મહામંડળે લખેલા પત્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ અધ્યાપકો સહિત શૈક્ષણિક સ્ટાફને કોરોના ન ફેલાય એ માટે વિનંતી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ૪ જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ કાર્યક્રમને કારણે અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટી શકે ઉત્તરપ્રદેશમાં દિવ્ય કાશી- ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના માટે ૪ જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું. સમારોહમાં રાજ્યના ૫૦૦થી વધુ સાધુ-સંતો હાજર રહ્યા હતા. આ સમારોહમાં યોગીશ્રી શેરનાથ બાપુ (જૂનાગઢ),નૌતમ સ્વામી, કથાકાર ગીતાદીદી, પ.પૂ હરિહરાનંદ (ભારતી આશ્રમ, અમદાવાદ), અક્ષરવત્સલ સ્વામી, આચાર્ય અવિચલદાસ મહારાજ, પ.પૂ લલિત કિશોરજી મહારાજ (લીંબડી), પરમાત્માનંદ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જાેવા મળ્યા હતા. દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી ૫૦થી ૧૦૦ લોકોને લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. છસ્જી બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ધજાગરા ઉડાવતા હોય એમ લોકો માસ્ક વગર ભીડમાં બેઠા હતા.આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યારસુધીમાં ૮ લાખ ૪૦ હજાર ૬૪૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૨૬ છે. તેમજ અત્યારસુધીમાં ૮ લાખ ૧૯ હજાર ૫૨૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૦૯૯૪ એક્ટિવ કેસ છે, જેમાંથી ૩૨ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૦૯૬૨ દર્દીની હાલત સ્થિર છે.

