અમદાવાદ
કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટના મ્યુટેશનથી નવો વેરિઅન્ટ ડેલ્મીક્રોન બન્યો છે. આ પ્રકાર અમેરિકા અને યુરોપમાં તબાહી મચાવી રહ્યો છે. પ્રોફેસર ડૉ. સંજય રાયે ડેલ્મીક્રોન અંગે વાત કરતા જણાવ્યું કે હજુ સુધી એવા કોઈ પુરાવા નથી કે ડેલ્ટા અને ઓમિક્રોને મળીને ડેલ્મીક્રોન વેરિઅન્ટ બન્યો હોય. અત્યાર સુધી જે ડેટા પ્રાપ્ત થયો છે તેમાં ઓમિક્રોન વેરિઅન્ટનો ખુલાસો થયો છે. સંશોધન દર્શાવે છે કે તે ઘણો સંક્રામક છે. તેમણે કહ્યું કે કોરોનાના વેરિઅન્ટ સતત મ્યુટેશન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, બે કે તેથી વધુ વેરિઅન્ટ ભેગા થઈને એક નવો વેરિઅન્ટ બનાવી શકે છે. અત્યાર સુધીમાં ૩૦ થી વધુ મ્યુટેશન સામે આવી ચુક્યા છે. ડૉક્ટરે એમ પણ કહ્યું કે અમે અત્યારથી એ પણ ન કહી શકીએ કે કોઈ વેરિઅન્ટ કેટલો ખતરનાક હોઈ શકે છે. આ માટે આપણે રાહ જાેવી પડશે. કોરોનાનો કયો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ ઘાતક સાબિત થઈ શકે છે તે તો સમય જ કહેશે.ગુજરાતમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કહેર મચાવી રહ્યો છે ત્યાં હવે ગુજરાતમાં ડેલ્મીક્રોન નામના નવા વેરિઅન્ટને લઇ ઉચાટ શરૂ થઇ ગયો છે. અત્યાર સુધી ડેલ્ટાના કેસ જાેવા મળતા હતા. ઓમિક્રોન વેરિઅન્ટના કેસ જાેવા મળતા હતા. જાે કે આ બંનેનું મિક્સચર ડેલ્મિક્રોન વેરિઅન્ટ સામે આવ્યું છે. તેવા સંજાેગોમાં હવે ગુજરાત સરકાર વધુ ગંભીર બની ગઇ છે. ગુજરાતમાં ડેલ્મીક્રોન વેરિયન્ટ અંગે જીનોમ સિક્વન્સીંગ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. રાજ્ય સરકારના આદેશ બાદ ગુજરાત બાયોટેક રિસર્ચે તપાસ શરૂ કરી દીધી છે. કોરોના અને ઓમિક્રોન કેસ વચ્ચે તંત્ર એ કવાયત હાથ ધરી છે. રાજ્યમાં હાલ પ્રતિ માસ ૬૪૦ જીનોમ સિક્વન્સિંગ કરાય છે. હાલ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટના સિકવન્સિંગની પ્રક્રિયા થતી હતી. જાે કે ગુજરાતમાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કોરોનાના કેસનો રાફડ્યો ફાટ્યો છે, ત્યારે ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. અત્યારે હવે લોકોને ડર સતાવી રહ્યો છે કે ગુજરાતમાં ડેલમિક્રોન આવે તેવી સંભાવના છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ બાબતે ધ્યાનમાં રાખીને ગુજરાત બાયોટેક રિસર્ચને તપાસ શરૂ કરવાનું કહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જીનોમ સિક્વેન્સિંગ માટે વધુ એક મશીન અમેરિકાથી મંગાવામાં આવ્યું છે. જેની કિંમત અંદાજે ૧૫ કરોડ રૂપિયા છે. ઓમિક્રોન માટે જીનોમ સિક્વેસિંગ વધુ સરળ થશે. હાલ ઓમિક્રોન ડેલ્ટા માટે જીનોમ કરાય છે. તો આ નવું મશીન આવતા લગભગ ૧૫૦૦ જેટલા જીનોમ સિક્વેસિંગ થઇ શકશે. હજુ સુધી દુનિયા ઓમિક્રોનથી છૂટકારો મેળવી શકી ન હતી કે કોરોનાના અન્ય નવા વેરિઅન્ટ ‘ડેલ્મીક્રોન’એ દરેકની ચિંતા વધારી દીધી છે. યુરોપ અને અમેરિકામાં કેસ વધવા પાછળ ડેલ્મીક્રોન વેરિઅન્ટનો હાથ છે.


