Gujarat

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓને કયા રાજકીય નેતાઓનું સમર્થન હતું તેનો ખુલાસો કરવો જાેઈએ ઃ કોંગ્રેસ પ્રવક્તા

સુરત
વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષીઓ પોતાની રીતે રાજકીય મુદ્દાઓ બનાવી રહી છે. ગુજરાતમાં સત્તા પક્ષની સામે હવે ડ્રગ્સનો મુદ્દો સૌથી વધુ ગરમાયો છે. ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે. તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે ઘણા સમયથી આ રેકેટ ચાલી રહ્યું હતું, પરંતુ સરકારની ઈચ્છા શક્તિ નો અભાવને કારણે આ કામગીરી થતી ન હતી પરંતુ જ્યારે વિપક્ષ દ્વારા શાસક સત્તા ઉપર દબાણ કરવામાં આવ્યું છે. ત્યારે સફાળે જાગીને ડ્રગ્સ પકડવાનું કામ શરૂ કર્યું છે. જે પોતાની ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે એ દુઃખદ છે. ડ્રગ્સ રેકેટને કોંગ્રેસ રાજકીય મુદ્દો બનાવી રહી કોંગ્રેસના નેતાઓ પ્રશ્નો ઊભો કરી રહ્યા છે કે ગુજરાતમાં જે ડ્રગ્સ આવે છે. તેનો માસ્ટર માઈન્ડ કોણ છે તેનો જવાબ આપવો જાેઈએ…. શુ ગુજરાત ચલાવશે કે લોક પ્રતિનિધિ ચલાવશે. રાહુલ ગાંધીએ જ્યારે સત્તા પક્ષ ઉપર દબાણ કર્યું ત્યારે જઈને ડ્રગ્સ ઝડપવાનું શરૂ કરાયું છે. ગુજરાતની ધરતી પર અમેજાે શાસનમાં આવીશું તો ડ્રગ્સ માફિયાઓને કોણ સપોર્ટ આપી રહ્યો છે તેની તપાસ કરીને સળિયા પાછળ જેલમાં ધકેલીશું. હર્ષ સંઘવી ખુલાસો કરવો જાેઈએ કે અત્યાર સુધીમાં ડ્રગ્સ કેમ પકડવામાં આવતી ન હતી. ઊંડાણપૂર્વકની તપાસ થવા જાેઈએ ગુજરાતના પોલિટિકલ સપોર્ટ ની તપાસ થવી જાેઈએ અને તેમને સળિયા પાછળ ધકેલવા જાેઈએ. રાજનૈતિક ઈચ્છા શક્તિ સાથે પંજાબ ઇન્ટરનેશનલ સિન્ડિકેટને ઝડપી પાડ્યા હતા. વિક્રમ મજેઠીયા અકાલીદલ સાથે હતું અને તેનું સમર્થન ભાજપને હતું. આવા નેતાઓને રેકેટમાં ઝડપી પાડીને ઇન્ટરનેશનલ સિન્ડિકેટનો પડદાફર્શ કર્યો હતો. ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહે છે ત્યારે સભાગ રીતે જ આટલા વર્ષોથી જાે ગુજરાતમાં ટ્રક આવતું હોય તો તેને રાજકીય પીઠબળ મળ્યું હોઈ શકે છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *