સુરત
કોરોના આ ઝડપથી પ્રસરે છે તો દૈનિક કેસ ૧ લાખ કે તેથી વધુ જઇ શકે છે. સરકારે ટેસ્ટિંગ પર ભાર મૂકવો જાેઇએ. કારણ કે હાલ પરિવારમાં એક સભ્ય કોવિડ પોઝિટિવ આવે તો પણ પરિવારના દરેક સભ્ય ટેસ્ટ કરાવી લેતાં નથી. આ કારણોસર ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. ટાસ્ક ફોર્સે સરકારને તમામ જાહેર મેળાવડાં પર કડક પ્રતિબંધો લાદવાની તાકીદ કરી છે, જેને લઇને સરકારે કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ કર્યાં બાદ સરકારે પોતાના હાલ તમામ સામૂહિક કાર્યક્રમો બંધ કર્યાં છે. આ ઉપરાંત સરકારે ટાસ્ક ફોર્સને કોવિડને પહોંચી વળતા થયેલી તૈયારી અંગે જણાવ્યું હતું. ડો. શાહે કહ્યું કે સરકારે જે વ્યવસ્થા કરી છે તેમાં બીજી લહેર વખતે હતી તે વ્યવસ્થામાં એમ્બ્યુલન્સ, હોસ્પિટલોના બેડ અને ઓક્સિજન, આઇસીયુ, વેન્ટિલેટર્સ વગેરેમાં લગભગ ત્રણ ગણો વધારો કર્યો છે. આ બેઠકમાં ટાસ્કફોર્સે ગુજરાત સરકારને કહ્યું કે તમારી પાસે જે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં લેબ છે ત્યાં જિનોમ સિક્વન્સિંગ સતત થતું રહેવું જાેઇએ. ઓમિક્રોન વેરિયન્ટમાં હજુ મ્યૂટેશન આવી શકે છે. આ નવાં મ્યૂટેશનના પરિણામોની અસરો હાલ છે તેના કરતાં વધુ ગંભીર હોઇ શકે છે. તેથી વાઇરસના સ્વરૂપ અને ખાસ તો ઓમિક્રોનનું સ્વરૂપ બદલાય તેના પર નજર રાખવી જાેઇએ. કારણ કે આયર્લેન્ડમાં ડેલ્ટાક્રોન અને આઇસીએસ વેરિયન્ટ પણ યુરોપના દેશમાં દેખાયો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોવિડ અંગેની તબીબોની ટાસ્કફોર્સ સાથે તાકીદની મુલાકાત કરી હતી. ટાસ્કફોર્સે એક સ્વરમાં સરકારને કહ્યું હતું કે આ જાન્યુઆરી માસના અંત સુધીમાં ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા ૧ લાખ કે તેથી વધુ જઇ શકે છે.
