Gujarat

ગુજરાતમાં હાઇકોર્ટે હાર્દિક પટેલન ેમહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં આશિંક રાહત આપી

અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટમાંથી હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં ગુજરાતમાં હાઇકોર્ટે હાર્દિક પટેલને આશિંક રાહત આપી છે. હાર્દિક પટેલ મહેસાણા જિલ્લામાં એક વર્ષ સુધી જઈ શકશે. મહેસાણા પ્રવેશ કરવાના પ્રતિબંધ પર હાર્દિક પટેલને આંશિક રાહત મળી છે. વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઇકોર્ટે રાહત આપી છે. હાર્દિક પટેલને એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ પર છૂટ મળી છે. આ સુનાવણી દરમિયાન કોર્ટે હળવી ટકોર કરી હતી કે, હવે આ કેસમાં થયેલી સજા રદ થઇ જાય તો પણ સરકારને વાંધો નહી હોય! ૨૩ જૂલાઇ ૨૦૧૫માં પાટીદાર અનામત સમિતિની દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન ૫૦૦ જેટલા લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. અને ભાજપના ભારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી તથા સાથે લૂંટફાટ પણ કરવામાં આવી હતી. ઉપરાંત ૨૦૧૬માં વિસનગરમાં આઇટીઆઇ સર્કલ પાસે ધારાસભ્યની કાર પર પથ્થર ફેંકયો હતો. વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી સહિતના લોકો સામે વોરંટ ઇશ્યૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાજપે હાર્દિક પટેલને ઉમેદવાર બનાવ્યો છે. વિરમગામ બેઠક પર ભાજપ ૧૫ વર્ષથી જીતી શક્યું નથી. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાને હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને ૭૬ હજાર ૧૭૮ મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને ૬૯ હજાર ૬૩૦ મતો મળ્યા હતા.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *