Gujarat

ગુજરાતમાં ૧૦ લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ કાયમ માટે રદ્દ કરાયા

સુરત
રાજ્યમાં પ્રથમ વખત કાયમ માટે લાઈસન્સ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.વાહનમાલિકો હવે પછી રાજ્યની કોઈ પણ આરટીઓમાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે નહીં.સુરત ઇ્‌ર્ંના ડ્રાઈવિંગ ટ્રેક પર વાહનની ટેસ્ટ આપ્યા ?વિના લાયસન્સ કઢાવનારા ૧૦ વાહન માલિકના લાયસન્સ કાયમ માટે રદ કરી દેવા નોટિસ અપાઇ છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના આદેશથી સુરત ઇ્‌ર્ં દ્વારા તમામ ૧૦ લોકોને નોટિસ અપાઇ આવી છે કે તેઓના લાયસન્સ સસ્પેન્ડ થઇ ચુક્યા છે. આરટીઓ દ્વારા કરવામાં આવતી પાકા લાયસન્સ માટેની પ્રક્રિયાના લુપહોલનો ફાયદો ઊંચકી ૧૦ લોકોને બારોબાર ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી દેવાના કૌભાંડમાં આરટીઓના ૩ એજન્ટ અને એક ઇન્સ્પેકટરની ધરપકડ કરવામાં આવી હતી.સુરતમાં થયેલા ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડમાં સરકાર દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. બારોબાર લાયસન્સ મેળવનાર ૧૦ લોકોના લાઇસન્સ કાયમ માટે રદ્દ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ પ્રથમવાર ઘટના બની છે કે ૧૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમ માટે રદ્દ કરવામાં આવ્યાં છે. હવે આ ૧૦ લોકો નવું લાઇસન્સ પણ નહીં બનાવી શકે. આ સામગ્ર મામલો સુરત ઇ્‌ર્ં કૌભાંડનો છે. ઇ્‌ર્ં એજન્ટે ૧૦ લોકોને બારોબાર લાયસન્સ ઈશ્યુ કરાવી આપ્યા હતા.આ લાઇસન્સ એવા લોકોને કઢાવી આપ્યા હતા જેમને ડાઇવિંગ પણ આવડતું નથી. ઇ્‌ર્ંની ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ બારોબાર લાયસન્સ કાઢી આપ્યા હતા. આગાઉ આ કેસમાં ૩ એજન્ટ અને એક આરટીઓ ઇન્સ્પેક્ટરની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *