Gujarat

ગુજરાત ઈન્ડ. કો- ઓપરેટિવ બેંક ફડચામાં જતાં ખાતેદારોના નાણાં ડૂબ્યા

રાજકોટ
ગુજરાત ઇન્ડ. કો-ઓપરેટિવ બેંક કે જે ફડચામાં ગઈ છે. તેના અનેક નાના ડિપોઝીટરોની ડિપોઝીટ ફસાય ગઈ છે. સરકારે આવી કડચામાં ગયેલી બેંક અંગે એક લાખ સુધીના ડિપોઝીટરો અંગે અગાઉ ર્નિણય કરી ચૂક્યા છે. તેમને નાણા મળી પણ ગયા છે. પરંતુ જેઓની ડિપોઝીટ એક લાખ કરતા વધુ છે તેવા હજારો ડિપોઝીટરોના નાણા રોકાયેલા છે. હાલ બેંક પાસે પૈસા પણ છે અને બેંકની ઘણી મોટી પ્રોપર્ટી પણ છે, જે અંગે કોઈ ર્નિણય થાય તો હજારો ડિપોઝીટરોને નાણા પરત મળે છે. હાલમાં સરકારે સુરત ખાતેની ડાયમંડ કો. ઓપરેટિવ બેંકને જે રીતે પુનઃજીવિત કરી છે તે દિશામાં પણ જાે બેંક કાર્યરત થાય તો પણ બેંક ચાલી શકે તેમ છે. આ અંગે તે દિશામાં યોગ્ય કરવાનું જણાવ્યું છે.રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહને રૂબરૂ મળી વ્યથા ઠાલવી હતી. ગોવિંદ પટેલે ‘ગુજરાત ઇન્ડ. કો-ઓપરેટિવ બેંક ફડચામાં ગઈ છે. આથી હજારો નાના થાપણદારોના નાણા ડૂબ્યા છે. આ અંગે યોગ્ય ર્નિણય લઈ નાના થાપણદારોના રૂપિયા પરત કરાવો. બેંક ફડચામાં જતા ડિપોઝીટ સહિતની કરોડોની રકમ ફસાઈ ગઈ છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *