ગિરગઢડા
ભરત ગંગદેવ…
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની એક અગત્યની બેઠક તાજેતરમાં ડીસા ખાતે યોજાઈ હતી જેમાં સંસ્થાના ઉચ્ચ પદાધિકારીઓ સમગ્ર ગુજરાતમાંથી પધાર્યા હતા.સંસ્થાના મંત્રી,લોહાણા મહાપરિષદ કચ્છના પદાધિકારી તેમજ ભૂજના હોલસેલ દવાના અગ્રણી વેપારી કિરિટભાઈ પલણ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓ જલારામ મંદિર ડીસા ખાતે દર્શનાર્થે પધારતાં તેમનું રજવાડી પાઘડી,બુકે, સાલ,જલારામ દર્શન ગ્રંથ તેમજ કંકુતિલકથી ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે ડીસાની વિવિધ સંસ્થાઓ, કેમિસ્ટ એસોસિએશન તેમજ શુભેચ્છક ગ્રુપના સર્વ યશવંતશાસ્ત્રીજી મહારાજ, ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,પ્રકાશભાઈ આર.ઠકકર, મોતીલાલ આસનાની,પરેશભાઈ જીવરાણી,રમેશભાઈ પી.ઠકકર,હરેશભાઈ દરિયાલાલ, બળદેવભાઈ રાયકા,આનંદભાઈ પી.ઠકકર, આર.ડી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,કમલેશભાઈ રાચ્છ, મિલન અખાણી,અમરતમામા,નારણભાઈ ભાગલીયા,દીલીપભાઈ બારોટ, ગણપતભાઈ ઠકકર,દિનેશભાઈ પંચાલ, પ્રવિણભાઈ એન.ઠકકર,ભરતભાઈ એચ.ગોકલાણી સહિત સૌ અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહીને કિરિટભાઈ પલણનું દબદબાભેર સન્માન કર્યુ હતું.મોતીલાલ આસનાનીએ મહેમાનનો પરિચય આપ્યો હતો તેમજ ભગવાનભાઈ બંધુએ ડીસા નગર તેમજ જલારામ ટ્રસ્ટ વતી શાબ્દિક સ્વાગત કર્યું હતું.યશવંતશાસ્ત્રીજી મહારાજ, બળદેવભાઈ રાયકા,આનંદભાઈ પી.ઠકકરે પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું.કિરિટભાઈ પલણે પણ તેમના સન્માન બદલ અત્યંત રાજીપો વ્યક્ત કરી ડીસા જલારામ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Attachments area


