Gujarat

ગુજરાત પોલીસ કડકમાં કડક પગલાં ભરશે ઃ હર્ષ સંઘવી

રાજકોટ
ભાવનગર આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, માતા-પિતા પોતાની દીકરીઓનું ખાસ ધ્યાન રાખે. જાે કોઈ ફસાવવાનો પ્રયાસ કરતું હોય તો ડર્યા વગર પોલીસ સમક્ષ આવે. દીકરીની ઓળખ છતી ના થાય તેનું ધ્યાન રાખી ગુજરાત પોલીસ કાર્યવાહી કરશે.ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. પરંતુ, આ મામલે ગુજરાત પોલીસ સતર્ક છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે. પાલિતાણાની ઘટના અંગે નિવેદન આપતી સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રેમ કરવો ગુનો નથી. પરંતુ, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી નામ બદલાવીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. આ પ્રકારની બાબત ગુજરાત પોલીસ જરા પણ ચલાવી નહીં લે. પાલિતાણામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ભગાડી જવાના મામલે પૂરતી તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *