ગાંધીનગર
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર ૫ દિવસ બાકી છે. ત્યારે ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આજે કમલમ ખાતે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે સવારે પાર્ટીનો ‘સંકલ્પપત્ર’ જાહેર કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે નડ્ડાએ જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડનો વધારે લોકો સુધી લાભ પહોંચે તે માટે આવક મર્યાદા ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરાશે. તો રાજ્યમાં આઈઆઈટીના તર્જ પર ૪ ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના કરવાનોવાયદો કર્યો હતો. સંકલ્પપત્ર લોન્ચિંગ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, ભાજપ લોકોની અપેક્ષા પૂર્ણ કરતી પાર્ટી છે. અલગ-અલગ માધ્યમો દ્વારા સૂચનો મગાવવામાં આવ્યા હતા. ગુજરાતના લોકોએ સૂચવેલા સૂચનોનો દસ્તાવેજ છે, અમારો સંકલ્પ પત્ર. ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અગ્રેસર ગુજરાત ૨૦૨૨ સંકલ્પ પત્ર પ્રજા સમક્ષ રજુ થઈ રહ્યું છે. ગુજરાતની જનતાએ અપ્રતીમ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. ભાજપનો આ સંકલ્પ અન્ય પાર્ટીની જેમ ઘોષણા પત્ર નથી. વૈશ્વિક યાત્રાનો દસ્તાવેજ છે. ચુંટણી ઢંઢેરામાં ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (એપીએમસી ખેડૂત મંડળીઓ, વર્ગીકરણ-ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ ચેન, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરેનું આધુનિકીકરણ અને નિર્માણ દ્વારા) મજબૂત કરાશે. ૨૫,૦૦૦ કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, ૈં, લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું. પશુધનની સર્વગ્રાહી કાળજી સુનિશ્ચિત કરવા માટે ગૌશાળાઓને માળખાગત રીતે મજબૂત (૫૦૦ કરોડનું વધારાનું બજેટ), ૧૦૦૦ વધારાના મોબાઇલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુધન માટે રસીકરણ તેમજ વીમાની ખાતરી કરાશે. દેશના પહેલા બ્લૂ ઈકોનોમી ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનું નિર્માણ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ ૨ સી-ફૂડ પાર્કને કાયાર્ન્વિત કરી અને મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેન અને બોટના મેકેનાઈઝેશનની સુવિધા)ને વધુ મજબૂત કરીશું. આ ઉપરાંત ભાજપે વચન આપ્યું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની ખાતરી સાથે કુટુંબ દીઠ વાર્ષિક સારવાર માટેની મહત્તમ મર્યાદાને ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરીશું. ‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ’ થકી ઇડબ્લ્યુએસ પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિઃશુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે ?૧૧૦ કરોડના ભંડોળનું નિર્માણ કરીશું. ૧૦,૦૦૦ કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું, જેનાથી ૩ નવી વર્લ્ડ ક્લાસ સિવિલ મેડિસિટી, ૨ એમ્સ સ્તરની હોસ્પિટલ અને હાલની તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ ને અપગ્રેડ કરીશું. આ ઉપરાંત જણાવાયું છે કે મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ૧૦,૦૦૦ કરોડના ખર્ચે આગામી ૫ વર્ષમાં ૨૦,૦૦૦ શાળાઓને અપગ્રેડ કરીશું. ૧,૦૦૦ કરોડના ભંડોળ સાથે ‘કેશવરામ કાશીરામ શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ની રચના કરીશું, જેની મદદથી નવી સરકારી કોલેજાેનું નિર્માણ કરાશે અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવશે. ગુજરાતના યુવાનોને આગામી ૫ વર્ષમાં ૨૦ લાખ રોજગારીની તકો પ્રદાન કરીશું. ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં સેન્ટર ઑફ એકસેલન્સ તરીકે ૈંૈં્ના તર્જ પર ૪ ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના કરીશું. વર્ષ ૨૦૩૬માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાનું રમત-ગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ગુજરાત ઑલિમ્પિક મિશન શરૂ કરીશું. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના ૧૦૦% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરીશું. ‘ફેમિલી કાર્ડ યોજના’ના માધ્યમથી દરેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાનું સુગમ બનાવીશું. પીડીએસ સિસ્ટમના માધ્યમથી દર મહિને ૧ કિલો ચણા અને વર્ષમાં ચાર વખત ૧ લીટર ખાદ્ય તેલ આપીશું. ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના ૫૬ તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરીશું. આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના ૨.૦’ હેઠળ ?૧ લાખ કરોડનો ખર્ચ કરીશું. અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ અંતર્ગત ૪-૬ લેન હાઈ-વે, જંગલ આધારિત ઈન્ડસ્ટ્રીમાં રોજગારની તકો અને આદિવાસી સાંસ્કૃતિક સર્કિટ (પાલ દઢવાવ – સ્ટેચ્યૂ ઑફ યુનિટી – શબરી ધામ)નું નિર્માણ કરીશું. આદિવાસી ક્ષેત્રોમાં દરેકને સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી ૮ મેડિકલ અને ૧૦ નર્સિંગ/પેરા મેડિકલ કોલેજાેની સ્થાપના કરીશું. યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં ૮ ય્ૈંડ્ઢઝ્રની સ્થાપના કરીશું. મેરિટના આધારે આદિવાસી સમુદાયના ૭૫,૦૦૦ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે ૨૫ ‘બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા’ઓ સ્થાપીશું કેજીથી પીજી સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીશું. આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે ‘શારદા મહેતા યોજના’ શરૂ કરીશું. ગુજરાતને ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકેનું સ્થાન જાળવી રાખીશું. ઉપરાંત સર્વિસ સેક્ટર પર ફોકસ કરીને નવા યુગને અનુરૂપ ઉદ્યોગો માટે હ્યુમન-ઇન્સ્ટિટ્યૂશનલ કેપસીટી બિલ્ડીંગમાં રોકાણ કરીશું. ?૫ લાખ કરોડનું વિદેશી રોકાણ આકર્ષીને ગુજરાતને ભારતનું ડિફેન્સ અને એવિએશન મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું.
