*ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધી 1200 કિમિ સુધીની પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું*
આગામી વિધાનસભાની ચૂંટણીઓ ને ધ્યાનમાં રાખીને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાહુલગાંધીએ ગુજરાતની જાણતાને આપેલા 8 વચનોને જનતા સમક્ષ લઇ જવા તેમજ ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને તાનાશાહી ને પ્રજા સામે લાવવા માટે યુથ કોંગ્રેસ ગુજરાત દ્વારા આ પરિવર્તન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જગદીશ ઠાકોરે લમ્પી વાયરસ થી ગાયોનાં મોત, પેપર લીક પ્રકરણ, ડ્રગ્સ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા, તેમણે પ્રજાને આગામી 2 મહિના ભાજપા થી સાવચેત રહેવા જણાવ્યું હતું, તેમણે કીધું હતું કે આગામી ચુનાવી મહિનામાં ભાજપ હિંસા કરાવી શકે છે અને લાલચો આપશે તેનાથી બચવાનું છે અને તેમણે કાર્યકરોને વિધાનસભાની સીટો જીતવા તૈયાર રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમ માં જગદીશ ઠાકોર સાથે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી,પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ, યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ, NSUI ના ગુજરાત પ્રમુખ તેમજ અન્ય આગેવાનો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
*અહેવાલ :- વિક્રમ સરગરા , અંબાજી*