Gujarat

ગુજરાત યુનિવર્સિટીમાં લદાખ યુનિવર્સિટીના ૬૦ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરવા આવશે

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં એમઓયુ થયા બાદ લદાખ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં લદાખ જેવું વાતાવરણ ઉભો કરતો એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી લદાખના વિદ્યાર્થીઓ અહીં આવે તો સરળતાથી રહી શકે. અત્યારે ગુજરાત યુનિવર્સિટી પાસે લદાખના ૬૦ વિદ્યાર્થીઓનું લિસ્ટ આવ્યું છે જેને ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી મળતા વિદ્યાર્થીઓ આવશે. ગુજરાત યુનિવર્સિટી અને લદાખ યુનિવર્સિટીના કેટલાક કોર્ષ સરખા રહેશે. જે બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોઈ પણ સ્થળેથી કરી શકશે જેથી લદાખના વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી આવવા તૈયાર થયા છે, પરંતુ ગુજરાતમાં કોરોનાના કેસ વધુ હોવાથી હાલ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી નહીં આવી શકે. કેસ નિયંત્રણમાં આવતા લદાખના વિદ્યાર્થીઓ અમદાવાદ આવી શકશે અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ભણી તથા ઈન્ટર્નશિપ કરી શકશે.ગુજરાત યુનિવર્સિટી અને લદાખ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા છે. જે બાદ બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેટલાક કોર્ષ માટે અરસપરસ જઈ શકે તેવું નક્કી કરવામાં આવ્યું છે. લદાખ યુનિવર્સિટીના ૬૦ વિદ્યાર્થીઓનું લિસ્ટ ગુજરાત યુનિવર્સિટી પાસે આવ્યું છે.જે થોડા સમયમાં અમદાવાદ આવશે અને અહીં ઇન્ટર્નશિપ કરશે.

Gujarat-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *